મોડાસાના ટાઉન હોલ ખાતે આયુષ્માન ભારત યોજના અને આભા કાર્ડનું વિતરણ

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાં આયુષ્માન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલી લોન્ચિંગ
  • અરવલ્લી જિલ્લામાં મોડાસાના ટાઉન હોલ ખાતે કલેક્ટર પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
  • આયુષ્માન ભારત યોજના અને આભા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાં આયુષ્માન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કરવામાં હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લામાં મોડાસાના ટાઉન હોલ ખાતે કલેક્ટર પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયુષ્માન ભારત યોજના અને આભા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા હતા.

કલેક્ટર પ્રશસ્તિ પરિકે જણાવ્યું કે, આરોગ્ય વિભાગની આયુષ્માન ભારત યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને પોતાના ગામમાં જ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.17 સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. તા.2 ઓક્ટોબરના રોજ આયુષ્માન ગ્રામસભા અંતર્ગત ગામમાં લાભ લીધેલ લાભાર્થીના અનુભવ શેર કરી વધુમાં વધુ અને બાકી રહી ગયેલા લાભાર્થીઓ કાર્ડ મેળવે તે માટે પ્રચાર-પ્રસાર કરીને જન જાગૃતિ હાથ ધરાશે અને જે ગામમાં 100% કામગીરી થઇ હોય તેમને પ્રોત્સાહીત કરાશે. આ ઉપરાંત દરેક તાલુકામાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લાવાસીઓને રક્તદાન કરવાની અપીલ કરતાં કલેક્ટરએ કહ્યું કે, લોકો રક્તદાન અને અંગદાન કરતા થાય એ માટે જિલ્લામાં રક્તદાન અને અંગદાન અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે. જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોમાં આયુષ્યમાન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 70 હજારથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત એમજેવાય ના પીવીસી કાર્ડ વિતરણ કરાશે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com