રેલવેના લઘુત્તમ ભાડામાં ધરમ ઘટાડો, હિમતનગર – અસારવા અને અસારવા – ચિત્તોડગઢ ડેમમાં 50 % થી વધુ ભાવ ઘટાડો, કયા સ્ટેશન પર કેટલું ભાડું ઘટયું, વાંચો અહેવાલ

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

 

રેલવેમાં મુસાફરી કરતા યાત્રિકો માટે ખુશ ખબર, રેલવેના લઘુત્તમ ભાડામાં ધરમ ઘટાડો, હિમતનગર – અસારવા અને અસારવા – ચિત્તોડગઢ ડેમમાં 50 % થી વધુ ભાવ ઘટાડો, કયા સ્ટેશન પર કેટલું ભાડું ઘટયું, વાંચો અહેવાલ

  • હિમતનગરથી ઉદેપુરનું ભાડું પહેલા રૂ. 85 હતું હવે રૂ. 45 થશે
  • આખી ટીકીટના રૂ. 10થી રૂ. 65 સુધી અને અડધી ટીકીટના રૂ 10થી રૂ 35 સુધી થશે
  • લોકસભા ચૂંટણી પહેલા જ રેલવે વિભાગ દ્વારા 50 ટકાથી વધુનો ભાડામાં ઘટાડો કરવામાં આવતા રોજીંદી મુસાફરી કરતા કરતા યાત્રિકોને મોટી રાહત

01

રેલવેમાં મુસાફરી કરતા યાત્રિકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે રેલ્વ બોર્ડ દ્વારા લેવામાં આવેલો નિર્ણય રોજબરોજ મુસાફરી કરતા યાત્રિકોને મહત્તમ લાભ મળશે રેલ્વે મંત્રાલય મુસાફરોની સુવિધા માટે સતત કામ કરી રહી છે ઇન્ફ્રાસ્ટ્રકચરમા ઝડપી ફેરફાર કરવાની સાથે રેલવે મંત્રાલય દ્વારા ધણી નવી સુવિધાઓની સાથે રેલવેના ભાડામાં ધરખમ ઘટાડો કરી રોજિદા મુસાફરોને મોટી રાહત આપી છે

આ અંગે રેલવે વિભાગમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર હિંમતનગરથી અસારવા અને અસારવાથી ચિતોડગઢ ડેમમાં સ્પેશિયલ શરૂ કરવામાં આવી હતી. જેમાં મુસાફરોને ભાડું વધુ ચુકવવું પડતું હતું. ત્યારે હવે લોકસભા ચૂંટણી પહેલા જ રેલવે વિભાગ દ્વારા 50 ટકાથી વધુનો ભાડામાં ઘટાડો કરવામાં આવતા રોજીંદી મુસાફરી કરતા કરતા યાત્રિકોને મોટી રાહત મળી છે છે. જેમાં આખી ટીકીટના રૂ. 10થી રૂ. 65 સુધી અને અડધી ટીકીટના રૂ 10થી રૂ 35 સુધી થશે. જેનો અમલ પણ કરવામાં આવ્યો છે. અસારવાથી ચિતોડગઢ સુધીના 46 સ્ટેશનો પર ઉભી રહેતી ડેમુમાં મુસાફરોને લાભ મળશે. તો હિંમતનગરથી અસારવા ડેમમાં પહેલા રૂ. 50 ભાડું હતું. હવે ભાડું રૂ 25 થયું છે. તો હિંમતનગરથી દહેગામનું ભાડું પહેલા રૂ. 35 હતું હવે રૂ. 20 થશે. તો હિંમતનગરથી તલોદનું ભાડું પહેલા 30 હતું હવે રૂ. 10 થશે.

હિંમતનગરથી ચિતોડગઢનું ભાડું પહેલા રૂ. 115 હતું હવે રૂ 65 થશે. હિંમતનગરથી ઉદેપુરનું ભાડું પહેલા રૂ. 85 હતું હવે રૂ. 45 થશે. હિંમતનગરથી ડુંગરપુર જવા માટે પહેલા રૂ. 50 ભાડું હતું હવે રૂ. 25 થશે. હિંમતનગરથી સેમારી પહેલા ભાડું રૂ. 60 હતું હવે રૂ. 30 થશે. આમ ભાડામાં 50 ટકા ઘટાડો જોવા મળ્યો છે અને તે પણ અમલ કરી દેવાયો છે. જેથી મુસાફરોને હિંમતનગર થી અસારવા અને અસારવાથી ચિતોડગઢ જવામાં ડેમમાં અવર જવર માટે રાહત સાથે ફાયદો થશે. ત્યારે હિંમતનગર થી અસારવા અવર જવર માટે દિવસ દરમિયાન પણ વધુ ડેમ સેવા શરુ કરવી જોઈએ મુસાફરો અવર જવર વધુ કરી શકે.

કયાં સ્ટેશન પર કેટલું ભાડું(આખી ટિકિટનું ભાડું)

અસારવા-રૂ 25,સહિજપુર-રૂ 25,સરદારગ્રામ-રૂ.
25,નરોડા-રૂ.20,મેદરા-રૂ.20,ડભોડા-રૂ.20,નાંદોલ
દહેગામ-રૂ 20,જલીયાનોમઠ-રૂ 15,રખિયાલ-રૂ
15,ખેરોલ-રૂ 10,તલોદ-રૂ 10,ખારી અમરાપુર રૂ
10,પ્રાંતિજ-રૂ 10,સોનાસણ-રૂ 10,હાપારોડ-રૂ
10,હિમતનગર-25,વાટડા-રૂ 10,રાયગઢ રોડ-રૂ
10,સુનક-રૂ 10,શામળાજી રોડ-રૂ 10,લુસડીયા-રૂ
15,જગબોર-રૂ 20,બિછીવારા-રૂ 20,શાલાશાહ
થાના-રૂ 20,ડુંગરપુર-રૂ 25,કોટાના-રૂ 25,રીખબદેવ
રોડ-રૂ 30,કુદલગઢ-રૂ 30,સેમારી-રૂ 30,સુરખંડ
ક ખેડા-રૂ 30,જયસમંદ રોડ-રૂ 35,પાડલા-રૂ
40,જાવર-રૂ 40,ઉદેપુર-રૂ 45,રાણાપ્રતાપ
નગર-રૂ 45,ડેબારી-રૂ 55,ખેમલી-રૂ 55,ભીમાલ-રૂ
55,માવલી-રૂ 55,ફતેહનગર-રૂ 55,ભુપાલ સાગર-રૂ
60,કપાસન-રૂ 60,પાંડોલી-રૂ 60,નેતાવલ-રૂ
65,ગોસુન્ડા-રૂ 65, ચિતોડગઢ રૂ.65

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com