અરવલ્લી જિલ્લામાં ગેબીનાથ મહાદેવ મંદિરે તેમજ ભિલોડાના ભવનાથ મંદિરે ભક્તો દર્શન માટે ઉમટયા

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

આજે મહા શિવરાત્રી પર્વની અરવલ્લી જિલ્લામાં ભાવ અને શ્રધ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા મથક મોડાસા ખાતે માઝમ નદી તટે આવેલા ગેબીનાથ મહાદેવ મંદિરે તેમજ ભિલોડાના જુના ભવનાથ મંદિરે વહેલી સવાર થી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોલેનાથના દર્શન માટે ઉમટયા હતા.

જિલ્લાના શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી ભક્તોએ ભગવાનના દર્શન કરી જલાભિષેક સાથે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.જિલ્લાના ભિલોડા અને ગેબીનાથ મહાદેવ મંદિરે મોટો મેળો પણ ભરાયો હતો જેમાં પણ લોકોએ ઉમટી મેળાની મજા માણી  હતી

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com