માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
આજે જેઠ માસની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકરની ઝાંખી કરવા ઉમટી પડ્યું છે. દરેક પૃષ્ટિ સંપ્રદાય મંદિરોમાં પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે.
આજે ભગવાન શામળિયાને ખાસ ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવેલા મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સોનાના આભૂષણોના શણગાર કરવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુ શંખ,ચક્ર,ગદા અને ગળામાં સોનાની વનમાળાથી ઝળહળી રહ્યા છે. ત્યારે ભક્તો પણ હરખઘેલા બની શામળિયાની શણગાર આરતીનો લાભ લઇ ધન્ય બન્યા છે. સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે.
મંદિરના પૂજારી દ્વારા તમામ મનોરથની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં ભુદેવો દ્વારા વૈદિક મંત્રો સાથે પાત્રાસદન સહિત શામળિયાની રાજોપચાર પૂજા પણ થઈ રહી છે. ત્યારે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા છે.