સુવિધાથી વંચિત:શામળાજી નજીક નવાવેણનપુર ગામ આજે પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાથી વંચિત

અરવલ્લી સમાચાર બ્યુરો

તાલુકાના શામળાજી નજીક આવેલા કારછા ગ્રૂપ ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલું નવાવેણનપુર ગામ આજે પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ વિહોણું છે. ગ્રામજનો પણ અનેક રજૂઆતો કરીને થાક્યા હોવા છતાં કોઈજ સુવિધા ઉપલબ્ધ ન કરવાતા લોકોમાં સ્થાનિક તંત્રની સાથે સાથે વહીવટી તંત્રની સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. નથી ગામમાં જવાનો મુખ્ય રસ્તો નવાગામ પ્રાથમિક શાળાથી માંડી ને ગામના છેવાડા સુધી રસ્તાનો અભાવ આખી વાટે ગાંડા બાવળ વીજ તાર સુધી અડી ગયા છે.

ગામના આંતરિક રસ્તા, પેટા આરોગ્ય કેન્દ્ર ,પશુ દવાખાનું, ગામની મહિલાઓને સસ્તા અનાજની દુકાન જવા માટે ત્રણ કિલોમીટર ચાલીને ડુંગરાળ વિસ્તાર માં જવું પડે છે સહિતની તમામ સવલતો માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે.

કારછા ગ્રૂપ ગ્રામપંચાયતના ગામના લોકોની રજૂઆતો કોઈ સાંભળતું નથી

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com