જાગૃત નાગરિકની માગ:ધનસુરાના શીકાથી શીકાકંપા બિસમાર રોડ રિપેર કરો

અરવલ્લી સમાચાર બ્યુરો

ધનસુરાની શીકા ચોકડીથી ગામમાં થઈ શીકાકંપા થઈ રમાણા,કઉ,અણીયોરથી માલપુર, સાઠંબા ગામોમાં જઈ શકાય છે. જે રોડ પર ખાડા પડી જતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નજીકના ગામોના લોકો બેંક,દૂધ મંડળી,ખેતી વિષયક હેતુ આ રસ્તાનો ઉપયોગ કરે છે. વધુમાં શીકાકંપાના મતદારોનું બુથ પણ શીકામાં આવેલ છે ત્યારે હાલ નજીકના સમયમાં લોકસભા ચૂંટણી યોજવાની છે ત્યારે ત્યાંના મતદારોએ પણ મતદાન કરવા આવવામાં પણ મુશ્કેલી ઉત્પન થયેલ હોય વહીવટી તંત્ર દ્વારા ઝડપથી આ રસ્તાનું સમારકામ કરવા ગામના જાગૃત નાગરિક બીંકલબેન પટેલે જણાવ્યું હતું.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com