'દંગલ' ફેમ ઝાયરા વસીમના પિતાનું નિધન:પોસ્ટ શેર કરીને કહ્યું, ‘તેમના માટે દુઆ કરો’, ચાહકો શોક વ્યક્ત કર્યો

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

બૉલીવુડમાથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ‘દંગલ’ ફેમ ઝાયરા વસીમ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આમિર ખાનની ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ સ્ટારર ઝાયરા વસીમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ઝાયરા વસીમના પિતાનું નિધન થયું છે. ઝાયરાએ પોતે આ દુખદ સમાચાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કર્યા છે. ‘દંગલ’ એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી પોસ્ટ કરીને લોકોને તેના પિતાના નિધનની જાણકારી આપી છે. લોકોને તેમના પિતા માટે પ્રાર્થના કરવાનું પણ કહ્યું.

ઝાયરા વસીમે પોસ્ટમાં શું લખ્યું?
ઝાયરાએ ખૂબ જ દુઃખદ પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું- ‘મારા પિતા ઝાહિદ વસીમનું નિધન થઈ ગયું છે. કૃપા કરીને તેને તમારી પ્રાર્થનામાં યાદ રાખો અને અલ્લાહને દુઆ કરો કે તે તેની ખામીઓને માફ કરે, તેમની શાંતિ આપે, તેમને તેમની પીડામાંથી બચાવે, અહીંથી આગળની મુસાફરી સરળ બનાવે અને તેમને જન્નતમાં ઉચ્ચ સ્થાન આપે.’
ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે
ઝાયરા વસીમે મંગળવારે રાત્રે આ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે તેના સ્વર્ગસ્થ પિતા માટે દુઆ માંગી હતી. એક યુઝરે લખ્યું- ‘તમારી ખોટ માટે ખૂબ જ અફસોસ. અલ્લાહ તેમને જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ સ્થાન આપે અને અલ્લાહ તમને/તમારા પરિવારને આ દુઃખનો સામનો કરવા માટે ધૈર્ય આપે’.
ઇસ્લામ માટે ઉદ્યોગ છોડી દીધો
આમિર ખાન સાથે ‘દંગલ’, મ્યુઝિકલ-ડ્રામા ‘સિક્રેટ સુપરસ્ટાર’ અને ‘ધ સ્કાય ઇઝ પિંક’ જેવી નોંધપાત્ર ફિલ્મોમાં જોવા મળેલી ઝાયરા વસીમે થોડી જ ફિલ્મો પછી ઇસ્લામના કારણે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ‘ધ સ્કાય ઈઝ પિંક’ તેની છેલ્લી ફિલ્મ હતી. ઝાયરાએ ઇસ્લામ માટે ગ્લેમરની દુનિયાને હંમેશ માટે છોડી દીધી હતી. 23 વર્ષની ઝાયરાએ 2016માં આમિર ખાનની દંગલથી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, આ ફિલ્મમાં તેણે નાનકડી ‘ગીતા ફોગટ’નું પાત્ર ભજવ્યું હતું.

 

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com