અરવલ્લીમાં રવિ સિઝનના તૈયાર પાકનું વન્ય પ્રાણીઓ દ્વારા નુકસાન; તારની વાડ, ફેન્સિંગ માટે ખેડૂતોની માગ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા રવિ વાવેતરનું નીલગાય, રોઝ અને ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીપાકનું નિકંદન, ખેડૂતોની ફેનસિંગ તારની વાડ દ્વારા પાક રક્ષણની માગ ચાલુ રવિ સિઝનમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ઘઉં-ચણા અને બટાકાનું બમ્પર વાવેતર કરાયું છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું ખાતર બિયારણ લાવી ખેતરમાં નાખ્યું છે સારી એવી માવજત પણ કરી છે. હાલ ખેડૂતો દ્વારા કરાયેલા રવિ વાવેતરનો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે. મેઘરજ, ભિલોડા, માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા છે કે ત્યાં ખેતરમાં તૈયાર થઈ ગયેલા પાકના દુશ્મનો નીલગાય, રોઝડા અને જંગલી ભૂંડ સક્રિય બન્યા છે.

તૈયાર ઉભા પાકને વન્ય પ્રાણીઓ બરબાદ કરી નાખે છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1,45,564 હેક્ટર જમીનમાં ખેડૂતોએ રવિ વાવેતર કર્યું છે જે વિગતવાર જોઈએ તો ઘઉં- 81,350 હેક્ટર બટાકા- 20,257 હેક્ટર ચણા- 10,654 હેક્ટર ઘાસચારો- 12,597 હેક્ટર મકાઈ- 8,493 હેક્ટરએ સિવાય જીરું, વરિયાળી, દિવેલા, બાજરી જેવા પાકો મળી કુલ 1,45,564 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. ત્યારે નીલગાય, રોઝડું અને જંગલી ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ આખેઆખા ખેતરોના તૈયાર પાક બરબાદ કરી નાખે છે.

સ્થાનિક ખેડૂતોએ અનેક વખત તંત્રમાં વન્ય પ્રાણીઓ દ્વારા કરાતા પાક નુકસાનના બચાવ માટે વન વિભાગ અને ખેતીવાડી વિભાગમાં રજૂઆત પણ કરી છે, પરંતુ તંત્ર દ્વારા પાક રક્ષણ માટે કોઈ તારની વાડ, ફેન્સિંગ જેવી સુવિધા આપવામાં આવી નથી. ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાના કારણે તમામ મહેનત પણ પાણી ફરી વળ્યાં છે. ખેડૂતોને રવિ ઉત્પાદન આધારે કરેલા તમામ અયોજનો નિષ્ફળ ગયા છે તેમજ ખેડૂત દેવાના ડુંગર તળે દબાય એવી સ્થિતિ પેદા થઈ છે. તંત્ર દ્વારા સરકારની પાક રક્ષણ માટે તારની વાડ કે અન્ય કોઈ ફેન્સિંગ વગેરે યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે એવી ખેડૂતોની માગ રહી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com