સુરતમાં કુંભાણીના ફોર્મ રદ બાદ દલાલનું નિવેદન:'જે પાર્ટી દેશમાં શાસન કરવાના ખ્વાબ જુએ છે તેના ઉમેદવારનું સુરતમાં ફોર્મ રદ થાય છે, એ શાસન શું કરવાની'

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • ‘જે પાર્ટી દેશમાં શાસન કરવાનાં ખ્વાબ જોઈ રહી છે એ પાર્ટીના ઉમેદવારનું સુરતમાં ફોર્મ રિજેક્ટ થાય છે.
  • સભા સંબોધતા ઉમેદવાર મુકેશ દલાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
  • કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના રદ થયેલા ફોર્મ બાબતે નિવેદન

સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઓલપાડ તાલુકાનાં ગામડાઓમાં સતત પ્રચાર બાદ ગતરાત્રીએ ઓલપાડ તાલુકાના ગામડા

ઓનો પ્રચાર પૂર્ણ કર્યો હતો. ઓલપાડના રામચોક ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે જાહેરસભામાં કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ‘જે પાર્ટી દેશમાં શાસન કરવાનાં ખ્વાબ જોઈ રહી છે એ પાર્ટીના ઉમેદવારનું સુરતમાં ફોર્મ રિજેક્ટ થાય છે. એ પાર્ટી દેશમાં શાસન શું કરવાની હતી. દેશભરમાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે અને તેની શરૂઆત સુરત લોકસભા બેઠક પરથી થઈ છે. આજે કોંગ્રેસના 52 સાંસદ છે, પરંતુ તમે મારો આંકડો લખી રાખજો 4 જૂને સિટી બસમાં સમાય એટલા દેશમાં કોંગ્રેસને માત્ર 40 સીટ આવશે’.

‘એ પાર્ટી દેશમાં શાસન શું કરવાની’: મુકેશ દલાલ
સભા સંબોધતા ઉમેદવાર મુકેશ દલાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના રદ થયેલા ફોર્મ બાબતે નિવેદન કરતા કહ્યું હતું કે, મોટો દુશ્મન ભલે આપણા બેલેટ પેપરમાંથી ગાયબ થઈ ગયો છે. આપણે એટલી જ તાકાતથી ચૂંટણી લડવાની છે. જે પાર્ટી દેશમાં શાસન કરવાનાં ખ્વાબ જોતી હોય એ પાર્ટીના ઉમેદવારનું સુરતમાં ફોર્મ રિજેક્ટ થાય છે, એ દેશમાં શાસન શું કરવાના?

તેમના શાહજાદાને તો ક્યાંથી લડવું એ પણ ખબર નથી: મુકેશ દલાલ
વધુમાં મુકેશ દલાલે જણાવ્યું હતું કે, જેમ ઓલપાડમાં કોંગ્રેસ ખતમ કરી તેમ દેશમાં પણ ખતમ થઈ રહી છે અને તેની શરૂઆત સુરત લોકસભાએ કરી છે. 4 જૂને જોઈ લેજો સિટી બસ પણ ખાલી રહે એટલી માત્ર 40 સીટ કોંગ્રેસને આવવાની છે. આ ઉપરાંત રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, એમના શાહજાદાને તો ક્યાંથી લડવું એ પણ ખબર નથી, એના પણ ફાંફાં છે.

મુકેશ દલાલે ઓલપાડ વિસ્તારમાં પ્રચાર પૂર્ણ કર્યો
લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ અને તમામ પક્ષોએ તેમના ઉમેદવાર જાહેર કર્યાં ત્યારથી ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. સુરત લોકસભાનો કેટલોક વિસ્તાર સુરત ગ્રામ્યમાં પણ આવે છે. ત્યારે 24-સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ છેલ્લા 10 દિવસથી સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકામાં સતત પ્રચાર કરી રહ્યા હતા અને ગતરાત્રીએ ઓલપાડ તાલુકાનાં તમામ ગામોમાં પ્રચાર પૂરો કર્યો હતો. ગતરાત્રીએ ઓલપાડના રામચોક ખાતે ભાજપ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, રાજ્યના મંત્રી અને તે વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ, કેન્દ્રીય રાજ્ય રેલમંત્રી અને વર્તમાન સંસદ દર્શન જરદોસ સહિત જિલ્લા તેમજ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com