ચંદ્રના સૌથી અંધકારવાળા ભાગમાં ચીનનું લેન્ડિંગ:23 દિવસમાં સેમ્પલ લઈને ચાંગ-ઈ-6 લેન્ડર પરત આવશે; જો તે સફળ થશે તો તે આવુ કરનારો પ્રથમ દેશ બનશે

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ચીનના સ્પેસ મિશનને રવિવારે મોટી સફળતા મળી છે. 3 મેના રોજ લોન્ચ કરાયેલા ચાંગ-ઈ-6 મૂન લેન્ડરે લગભગ એક મહિના પછી રવિવારે સવારે ચંદ્રના અંધકારવાળા ભાગ સફળ લેન્ડિંગ કર્યું હતું. ચીનના મૂન મિશન માટે આ લેન્ડિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ દ્વારા ચીન ચંદ્રના અંધકારવાળા ભાગમાંથી સેમ્પલ લાવનારો પહેલો દેશ બનવા માંગે છે. ચીનની સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, ચાંગ-ઈ-6 લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિનમાં ઉતર્યું હતું. અહીંથી તે ચંદ્રની સપાટીના નમૂના એકત્ર કરવાનું શરૂ કરશે.

આ તસવીર એ જગ્યાની છે જ્યાં ચીનનું ચાંગ-ઈ-6 લેન્ડ થયું છે. (ફોટો- space.com)
આ તસવીર એ જગ્યાની છે જ્યાં ચીનનું ચાંગ-ઈ-6 લેન્ડ થયું છે.

ચંદ્ર પરથી 2 કિલો સેમ્પલ લાવશે
આ ચીનનું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ મૂન મિશન છે. જો કે, આ પહેલા ચીનનું લેન્ડર પણ ચંદ્રની દૂરની બાજુએ ઉતર્યું હતું. ચીને પ્રથમ વખત 2019માં પોતાના ચાંગ-ઈ-4 મિશન દ્વારા આવું કર્યું હતું.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ચાંગ’ઈ-6ની સફળતાથી ચીન ચંદ્ર પર બેઝ બનાવવામાં અમેરિકા અને અન્ય દેશોને પાછળ ધકેલી આગળ નીકળી શકે છે. જો બધુ અપેક્ષા મુજબ ચાલશે તો લેન્ડર ચંદ્રની સપાટી પરથી 2 કિલો વજનના સેમ્પલ લાવશે. સેમ્પલ એકત્ર કરવા માટે લેન્ડરમાં ડ્રિલ કરીને ખોદવા માટે અને પછી કાટમાળને ઉઠાવવા માટે મિકેનિકલ આર્મ લગાવવામાં આવ્યો છે.

સેમ્પલ લેન્ડરના સૌથી ઉપરના ભાગમાં મૂકવામાં આવશે. આ પછી, ચંદ્રના આ ભાગમાં બીજું અવકાશયાન મોકલવામાં આવશે અને લેન્ડરને પૃથ્વી પર પરત લાવવામાં આવશે. તેનું લેન્ડિંગ 25 જૂનની આસપાસ મંગોલિયામાં થશે.

ચંદ્રની દૂરની બાજુએ પહોંચવું કેમ મુશ્કેલ છે?
ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ અન્ય ભાગો કરતાં વધુ મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે ચંદ્રનો આ ભાગમાં અંધારુ હોય છે અને તેની સપાટી ખરબચડી છે. જેના કારણે સંદેશાવ્યવહાર મુશ્કેલ બને છે અને લેન્ડિંગમાં મુશ્કેલી પડે છે.

ચીન કેમ સેમ્પલ લેવા માંગે છે?
ચીન 2030 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. ચીન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રિસર્ત બેઝ બનાવવા માંગે છે. એક્સપર્ટના મતે, ચાંગ’ઇ-6 લેન્ડર દ્વારા લાવવામાં આવેલા સેમ્પલ ચંદ્ર, પૃથ્વી અને સૂર્યમંડળની રચના અને તેના વિકાસ સાથે સંબંધિત પુરાવા આપશે. આ ડેટાનો ઉપયોગ ચીનના આગામી મૂન મિશનમાં કરવામાં આવશે.

2020માં ચીનનું ચાંગ-ઈ-5 પણ ચંદ્ર પરથી 1.7 કિલોગ્રામ સેમ્પલ સાથે પરત ફર્યું હતું. જો કે, આ સેમ્પલ ચંદ્રની નજીકના વિસ્તાર ઓશનસ પ્રોસેલેરમમાંથી લેવામાં આવ્યા હતા. ચીન વધુ 3 મૂન મિશનની તૈયારી કરી રહ્યું છે. આના દ્વારા ચંદ્ર પર પાણીની શોધ કરવામાં આવશે અને પરમેન્ન્ટ બેઝ બનાવવામાં આવશે.

ચીન 2030 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલવાની યોજના બનાવી રહ્યું છે. જેના કારણે વિશ્વમાં ફરી સ્પેસની દોડ શરૂ થઈ ગઈ છે. અમેરિકા પણ નાસાના આર્ટેમિસ-3 મિશન હેઠળ 2026 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાના પ્રયાસો કરી રહ્યું છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com