પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં ફેરફાર,પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહીઆવે

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

  • પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં ફેરફાર
  • પોલીસ સ્ટેશનન નહી બોલાવાય અરજદારોને
  • પોલીસ પણ હવે અરજદારના ઘરે જશે નહી
  • કોઈક જ કિસ્સામાં ઘરે આવશે પોલીસ

દિવાળી બાદ હવે પાસપોર્ટ અરજદારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરાયો છે. વિગતો મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. નોંધનિય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના ઘરે પણ જતી હતી. કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળી છે.

હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા નથી અને જો કોઈક કિસ્સામાં જરૂર પડે તો જ પોલીસ અરજદારના ઘરે જશે. પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com