મહાશિવરાત્રી પર્વની ઉજવણી:હિંમતનગરની રોટરી સરસ્વતી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ શિવજીનું રૂપ ધારણ કરી વિસ્તારમાં પ્રભાતફેરી કરી

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

હિંમતનગરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી રોટરી સરસ્વતી વિધાલયમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિવજીનું રૂપ ધારણ કરી વિસ્તારમાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે પ્રભાતફેરી કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે આવતીકાલે મહા શિવરાત્રી છે ત્યારે ગુરુવારે હિંમતનગરમાં ગાયત્રી મંદિર પાસે આવેલ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન મહર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ સંચાલિત રોટરી સરસ્વતી વિદ્યા મંદિરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ઉજવણી કરાઈ હતી. જેમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી વિદ્યાલય થી ગાયત્રી મંદિર સુધી ઓમ નમઃશિવાયના નાદ સાથે પ્રભાતફેરી કરતા શંકર ભગવાનના મંદિર દર્શન માટે ગયા હતા. ગાયત્રી મંદિરમાં પરિવારના વડીલએ ગીત વાર્તા કહી હતી. જેમાં વિદ્યાલયના પ્રધાનાચાર્ય પ્રજ્ઞાબેન જોશી તથા વિદ્યાલય પરિવાર સહિત દરેક શિક્ષક પ્રભાત ફેરીમાં જોડાયા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com