શામળાજીના નવા વેણપુર પાસે ગાડીમાંથી 12.66 લાખના પોષડોડાનો જથ્થો જપ્ત

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • શામળાજી પાસેથી પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો
  • અણસોલ ચેક પોસ્ટ નજીકથી કારમાથી ઝડપાયા પોષ ડોડા
  • હિટ એન્ડ રનની ઘટનામાં ટાયર ફૂટતા ચાલક કાર મૂકી ફરાર
  • કારમાંથી 170 કિલો પોષડોડાનો જથ્થો પકડી લેવાયો
  • 12 લાખની કિંમતનો પોષડોડાનો મુદ્દામાલ કબજે
  • કાર સહિત કુલ ૧૭નો મુદ્દામાલ જપ્ત 
  • નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાયો

શામળાજી-રતનપુર નેશનલ હાઇવે ઉપર નવા વેણપુર પાસેથી પોલીસને બિનવારસી હાલતમાં પડેલી ગાડીમાંથી પોષડોડાનો રૂ.12,66,510નો 422 કિલો 170 ગ્રામનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે પોષડોડા ભરેલા 23 જેટલા કાળા પ્લાસ્ટિકના કોથળા કબજે લઈ ગાડીના ચાલક વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ગાડીના ચાલકે ત્યાંથી પસાર થતાં બાઇકને ટક્કર મારતાં ગાડીનો ચાલક ગાડી મૂકીને ભાગી છુટ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ચાલકે નંબર પ્લેટ પણ ખોટી લગાવી હોવાનું બહાર આવ્યું હતું.

શામળાજી પીસીઆર પર ફરજ પરના ઇન્ચાર્જ દિનેશભાઈને મેસેજ મળ્યો હતો કે નવા વેણપુર પાસે જૂની આરટીઓ ચેકપોસ્ટ નજીક ગાડી નં.જીજે 18be 5931નો ચાલક ત્યાંથી પસાર થઈ રહેલા બાઇકને ટક્કર મારી ગાડીને બિનવારસી હાલતમાં મૂકીને ભાગી છૂટ્યો હતો. શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગાડીમાંથી 23 પ્લાસ્ટિકના કાળા કોથળામાંથી પોષડોડાનો 422 કિલોગ્રામ 170 ગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે એફએસએલની મદદ લઈ તેમજ પંચોને સાથે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 12,66,510નો પોષડોડા તેમજ ગાડી સહિત કુલ રૂ.17,66,510 નો મુદ્દામાલ કબજે લઈને ગાડીના ચાલક વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને પી એસ આઇ એચ.કે. દેસાઈએ વધુ તપાસ હાથ ધરી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com