કેપિટલ્સે રોક્યો સુપર કિંગ્સનો વિજય રથ, દિલ્હીએ ચેન્નઈને 20 રને હરાવ્યું

અરવલ્લી સમાચાર બ્યુરો

દિલ્હી કેપિટલ્સને આખરે આઈપીએલ-2024માં પોતાની પ્રથમ જીત મળી ગઈ છે. દિલ્હી કેપિટલ્સે વિશાખાપટ્ટનમમાં ચેન્નઈ સુપર કિંગ્સને 20 રને પરાજય આપ્યો છે. દિલ્હીની જીત બાદ હવે એકમાત્ર મુંબઈ ઈન્ડિયન્સ બાકી છે જેનું પોઈન્ટ ટેબલમાં ખાતુ ખૂલ્યું નથી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 191 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 171 રન બનાવી શકી હતી.

ચેન્નઈના બંને ઓપનરો સસ્તામાં આઉટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 1 રન બનાવી તો રચિન રવીન્દ્ર 2 રન બનાવી આઉટ થયા હતા. આ બંને સફળતા ખલીલ અહમદને મળી હતી. ચેન્નઈએ ધીમી શરૂઆત કરતા પાવરપ્લેમાં માત્ર 32 રન બનાવ્યા હતા.

7 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ અજિંક્ય રહાણે અને ડેરલ મિચલે ઈનિંગને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 45 બોલમાં 68 રનની ભાગીદારી કરી હતી. મિચેલ 26 બોલમાં 34 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તો રહાણેએ 30 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 45 રન બનાવ્યા હતા. શિવમ દુબે 17 બોલમાં માત્ર 18 રન બનાવી શક્યો હતો. જ્યારે સમીર રિઝવી શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.

ધોની બેટિંગ કરવા આવતા દર્શકોમાં ઉત્સાહ
આજે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ બેટિંગ કરવા આવ્યો હતો. ધોની ક્રીઝ પર આવ્યો તો મેદાનમાં દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા. ધોનીએ પ્રથમ બોલ પર જ બાઉન્ડ્રી ફટકારી દર્શકોને ખુશ કરી દીધા હતા. એમએસ ધોનીએ અંતિમ ઓવરમાં 20 રન ફટકારી દીધા હતા. ધોનીએ માત્ર 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 37 રન ફટકારી દીધા હતા. જાડેજા 21 રન બનાવી અણનમ રહ્યો હતો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com