રતલામથી ડ્રગ્સ લાવી છૂટકમાં વેચતો:કાંકરિયા પાસે 5.14 લાખના એમડી ડ્રગ્સ સાથે 1 ઝડપાયો

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

કાંકરિયા ગેટ પાસે ત્રણ રસ્તા પાસે 5.14 લાખના એમડી ડ્રગ્સ સાથે એકને એસઓજી ક્રાઈમે ઝડપી પાડી પૂછપરછમાં, તે રતલામમાં રહેતા યુવક પાસેથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં છૂટક વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતું.

ઓસઓજી ક્રાઈમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મણિનગર કાંકરિયા ગેટ નંબર 1 સામે ત્રણ રસ્તા પાસે એક દુકાનની બહાર એક જણ એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવાનો છે. જેના આધારે એસઓજી ક્રાઈમની ટીમે તે જગાએ વોચ ગોઠવી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડીને તપાસ કરતા તેની પાસેથી 51 ગ્રામ 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સ (કિં.5.14 લાખ) મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ જપ્ત સાથે આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા, પોતે ફિરોઝ ઉર્ફે ભાઈમિયા મેવાતી (ઉં.36,રહે.રતલામ) હોવાનું જણાવ્યું હતું. સાથે જ રતલામમાં રહેતા ભૂરા મેવાતી પાસેથી ડ્રગ્સ લાવી છૂટક વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતું.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com