અરવલ્લી કોંગ્રેસમાં ભંગાણ: પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિત ૫૦થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

નવનીત શર્મા  (અરવલ્લી સમાચાર )

 

  • લોકસભાની ચુટણી પહેલા કોગ્રેસમા ભંગાણ
  • મેઘરજના બાંઠીવાડામા કોંગી કાર્યકરતાઓ જોડાયા ભાજપમાં
  • મંત્રી ભિખુસિંહ પરમારની ઉપસ્થિતીમાં ૫૦ જેટલા કાર્યકરતાઓ ભાજપનો ખેસ પહેર્યો
  • પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય રાયચંદભાઈ જોડાયા ભાજપમાં
  • કોગ્રેસ કાર્યકરતા ભાજપમા જોડાતા રાજકારણ ગરમાયુ

દેશમાં ટૂંક સમયમાં  લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં ફરી મોટું ભંગાણ થયું છે.

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ બાંઠીવાડામા કોંગી કાર્યકર્તાઓ ભાજપમા જોડાતા અરવલ્લી જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે રાજ્ય સરકારના મંત્રી અને અરવલ્લી જીલ્લાના ધારસભ્ય ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ૫૦થી વધુ કાર્યકરો સાથે પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય રાયચંદભાઈ  ભાજપમાં જોડાતા કોંગ્રેસ માટે મોટો ઝટકી ગણી શકાય

(ભિખુસિંહ પરમાર,   મંત્રી અન્ન અને નાગરીક પુરવઠા,ગુજરાત સરકાર)
                              

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com