અરવલ્લીમાં દૂધ મંડળીનો સેક્રેટરીજ બન્યો બુટલેગર:દૂધ મંડળીનું નામ લખેલી તિજોરીમાંથી અડધા લાખ ઉપરનો ઝડપાયો દારૂ

મુક્દશ બલોચ (અરવલ્લી સમાચાર ,બાયડ)

  • અરવલ્લી જિલ્લામાં દૂધ મંડળીનો સેક્રેટરીજ બન્યો બુટલેગર
  • બાયડના બોરીટીંબા ગામની દૂધ મંડળીનો સેક્રેટરી બન્યો બુટલેગર
  • ગામ નજીક તબેલાના ગોડાઉમાંથી મળી આવી દૂધ મંડળી નું નામ લખેલી તિજોરી
  • પોલીસે તિજોરી માંથી દારૂની 238 બોટલ જેની કિંમત 56,150 દારૂ જપ્ત કર્યો
  • બાયડ પોલીસે શનાભાઈ પરમાર સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી તપાસ શરૂ કરી

અરવલ્લી પોલીસ દ્વારા શરાબની બદીને ડામવા માટે કમર કસવામાં આવી છે ત્યારે બાયડ પોલીસ દ્વારા બોરટીંબા ગામે આવેલા તબેલામાં રેડ કરીને દૂધ સેક્રેટરીના ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી છે.


બોરટીંબા ગામનો સેક્રેટરી તેના તબેલામાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂ રાખી બિન્દાસ્ત રીતે વેચાણ કરતો હોવાની બાયડ પોલીસ સ્ટેશનના પી આઈ ને બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે બોરટીંબા ગામે પહોંચ્યા હતા અને દુધમંડળીના નામ વાળી તિજોરીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ દુધમંડળીના સેક્રેટરી શનાભાઈ પરમાર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

કે જે ચૌધરી (ડી વાય એસ પી અરવલ્લી)

બુટલેગરો પર અંકુશ લાવવા પોલીસ સતર્ક બની છે ત્યારે બીજી તરફ બાયડ તાલુકામાં દૂધ મંડળીનો સેક્રેટરી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.જોકે પોલીસે તો પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી પરંતુ દૂધ મંડળીના ઉચ્ચ સત્તાધીશો સેક્રેટરી સામે શુ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com