ભાજપે 10માંથી 6 સીટો કોંગ્રેસીઓને આપી : ગુજરાત કરતાં ખરાબ સ્થિતિ, સરકાર છે પણ નેતા નથી

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

દેશમાં ચૂંટણી આવતાંની સાથે જ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય પક્ષોના નેતાઓનું એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું સામાન્ય બની ગયું છે. એવું નથી કે પક્ષ બદલવાની પ્રથા રાજનીતિમાં નવી છે, પણ હવે તો એટલું પ્રચલિત થઈ ગયું છે કે એક પક્ષ છોડીને બીજી પાર્ટીમાં જોડાવું અને પછી ટિકિટ મેળવવી એ સામાન્ય બાબત બની ગઈ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે લોકસભા અને વિધાનસભા મળી કુલ 11 ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. એ સામે કાળો કકળાટ છે. ભાજપના નેતાઓ બુમરાણ મચાવી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહી છે. ઓપરેશન લોટસનો હંમેશાં વિરોધ કરતા પાટીલ માટે હવે આ આયાતી માથાનો દુખાવો બની રહ્યાં છે. હવે ગાભા મારવા એ જ સેવા જ બની રહેતાં જૂના જનસંઘીઓ સતત નારાજ થતા જાય છે.

સ્થિતિ એવી છે કે ભાજપ માટે જાત ઘસી નાખનાર ચૂંટણીમાં પોસ્ટરો લગાડશે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરશે અને પક્ષપલટુઓ સાંસદ અને ધારાસભ્ય બનીને સત્તા ભોગવશે. આ બાબત ભાજપના પીઢ કાર્યકરોને અકળાવી રહી છે. લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 11 મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી છે. હવે સીધો સવાલ એ છે કે તમને ભાજપમાં કોઈ નથી દેખાતા….  આમ છતાં ગુજરાતની સ્થિતિ સારી છે. હરિયાણામાં હાલમાં ભાજપની સરકાર હોવા છતાં નેતાઓ નથી મળી રહ્યાં, ગુજરાતમાં કોંગ્રેસમાં નેતાઓનો કકળાટ છે પણ 30 વર્ષથી અહીં સરકાર નથી.

ભાજપમાં જોડાયાના ગણતરીની મીનિટોમાં ટિકિટ
હરિયાણા જેવા નાના રાજ્યમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ દસમાંથી છ લોકસભા બેઠકો પર કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓને ટિકિટ આપી છે. તેમાંથી નવીન જિંદાલ અને રણજીત સિંહ ચૌટાલા ટિકિટ મળ્યાના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ભાજપે કુરુક્ષેત્રથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી નવીન જિંદાલને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે થયેલી સમજૂતી હેઠળ AAPને આપવામાં આવી છે. AAPએ અહીંથી સુશીલ ગુપ્તાને ટિકિટ આપી છે.

નવીન જિંદાલની જેમ, રણજીત સિંહ ચૌટાલા જેમને ટૂંક સમયમાં પાર્ટીની ટિકિટ મળશે, હિસારથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે 2019માં ચૌટાલાને ટિકિટ ન આપી તો તેમણે પાર્ટી છોડી દીધી છે. તેઓ 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે રાનિયા વિધાનસભાથી ચૂંટણી જીત્યા હતા. હરિયાણા વિધાનસભા ચૂંટણી જીત્યા પછી, જ્યારે ભાજપને સરકાર બનાવવા માટે સંપૂર્ણ સંખ્યા ન મળી, ત્યારે તેઓએ કોઈપણ શરત વિના મનોહર લાલ ખટ્ટર સરકારને ટેકો આપ્યો. જે બાદ તેમને વીજળી અને જેલ મંત્રી બનાવવામાં આવ્યા હતા. 12 માર્ચે નવી સરકારની રચના બાદ તેમને મંત્રી પદ આપવામાં આવ્યું હતું.

અરવિંદ શર્મા રોહતકથી ચૂંટણી લડી રહ્યા છે
આમ આદમી પાર્ટીની હરિયાણા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અશોક તંવર આ વર્ષે 20 જાન્યુઆરીએ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તંવરે 18 જાન્યુઆરીએ AAPના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ હિસારથી લોકસભા સાંસદ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે 2019માં કોંગ્રેસ છોડી દીધી હતી.

જાણો લોકસભા ચૂંટણી 2024નું શેડ્યૂલ
રોહતકથી ભાજપે ફરી એકવાર કોંગ્રેસી રહી ચૂકેલા અરવિંદ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં તેઓ રોહતકથી ભાજપના સાંસદ છે. તેઓ 2004, 2009 અને 2014માં કોંગ્રેસની ટિકિટ પર જીતીને લોકસભા પહોંચ્યા હતા. રાવ ઈન્દ્રજીત અને ધરમવીર સિંહ કોંગ્રેસ છોડીને 2014માં ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી અને હવે ત્રીજી વખત તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

હરિયાણા બીજેપીના એક નેતાના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં જોડાયાની મિનિટોમાં અન્ય પાર્ટીના વ્યક્તિને ટિકિટ આપવાથી પાર્ટીના કાર્યકરોના મનોબળ પર નકારાત્મક અસર પડે છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપમાં બે પ્રકારના લોકો છે, પ્રથમ એવા લોકો છે જેઓ માને છે કે હાઈકમાન્ડ જે પણ કરે છે તે પાર્ટી અને દેશના ભલા માટે જ કરે છે. બીજું, જેઓ અમુક નિર્ણયોનો વિરોધ કરે છે પણ તેમનું કોઈ સાંભળતું નથી.

ભાજપમાં કેટલા કોંગ્રેસી?
લોકસભા પહેલા ભાજપ કોંગ્રેસયુક્ત બની ગયું છે. ભાજપના 26 બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી 27 ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે. 26 માંથી 7 ઉમેદવારો નાતો કોંગ્રેસ સાથે છે. જેમાં શોભનાબેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા, પુનમ માડમ સામેલ છે. જેમના ભૂતકાળના છેડા કોંગ્રેસ સાથે અડે છે. ભાજપની જીતની હેટ્રિકની નાવડીને પાર કરવી હશે તો કોંગ્રેસના મદદ વગર તે શક્ય નથી તે સ્પષ્ટ દેખાઈ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો હોય કે પછી લોકસભાની 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક હોય, ભાજપને જીતવા માટે કોંગ્રેસના સહરાની જરૂર છે. આંકડો બતાવે છે કે, એક તરફ ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ કરાવવા દોડ લગાવે છે, તો બીજી તરફ ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ બનાવી રહી છે. ભાજપમાં પક્ષપલટુ નેતાઓની હારમાળા સર્જાઈ છે. આ વચ્ચે હવે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે ભાજપને કોંગ્રેસના સહારની જરૂર પડે છે. કોંગ્રેસના ઉમેદવાર વગર ભાજપની જીત શક્ય નથી. એટલે જ ભાજપે લોકસભા પહેલા મોટાપાયે ભરતી મેળો ચાલુ રાખ્યો છે.

પેટાચૂંટણી પણ કોંગ્રેસીઓના સહારે લડશે ભાજપ
વિજાપુર,પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા. ગુજરાતની આ પાંચ વિધાનસભાની સીટ પરની પેટા ચૂંટણીના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે. ચહેરા એ જ છે. પાટલી બદલાઈ ગઈ છે. વિધાનસભાની પેટાચૂંટણીના તો તમામ ઉમેદવારો કોંગ્રેસી છે. જે બતાવે છે કે, ભાજપ વિધાનસભાની પેટાચૂંટણી પણ કોંગ્રેસના ઉમેદવારના સહારે લડશે. આમ છતાં વાસ્તવિકતા એ છે કે હરિયાણા કરતાં ગુજરાતની સ્થિતિ સારી છે એટલે બહુ અફસોસ કરવો નહીં….

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com