સરકારી ભરતી અંગે મોટા અપડેટ :ભરતી અંગે હસમુખ પટેલની મોટી સ્પષ્ટતા....

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

ગુજરાતમાં અનેક યુવાઓ સરકારી નોકરીની આશાએ ફોર્મ ભરીને તૈયારી કરી રહ્યાં છે. સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત થાય એટલે પરીક્ષા કેન્દ્ર ભલે ગમે તેટલુ દૂર કેમ ન હોય, આગલા દિવસે પહોંચીને પરીક્ષા આપે છે. પરંતુ આ વચ્ચે હાલ એક અફવા વહેતી થઈ છે. સરકારી નોકરીમાં ભરતીની અફવાઓ વચ્ચે ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મોટો ખુલાસો કર્યો છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે સરકારી ભરતી અંગે અફવાઓ પર ધ્યાન ન આપવા સલાહ આપી છે.

હસમુખ પટેલે ટ્વીટમાં શું કહ્યું….
હસમુખ પટેલે ટ્વિટરના માધ્યમથી મહત્વની માહિતી આપી કે, આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો વાંચતા રહે. ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કોચિંગ ક્લાસની બોલબાલા છે. આ વચ્ચે હાલ ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીની અફવાઓએ જોર પકડ્યું છે. જેથી આ પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારો કોચિંગ ક્લાસ તરફ વળ્યાં છે. ગુજરાતમાં કોચિંગ ક્લાસીસનો રાફડો ફાટ્યો છે. તેથી હસમુખ પટેલને આ અંગે ઉમેદવારોને ચેતવ્યા છે. તેઓએ ઉમેદવારોને એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો પર વધુ ફોકસ કરવાનું કહ્યું છે. તેમજ કોચિંગ ક્લાસમાં જવા કરતા પુસ્તકો પર ધ્યાન આપવા સલાહ આપી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com