ચૂંટણી પહેલા મોટી ભેટ, ગેસના બાટલાના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો કેટલો થયો સસ્તો

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સતત 3 મહિનાથી વધી રહેલા ભાવ પર આજે બ્રેક લાગી છે. 1 એપ્રિલ 2024ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં 30.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ કાપ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પર થયો છે. આ અગાઉ માર્ચમાં 25.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો ઝીંકાયો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં પણ 14 રૂપિયા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયા ભાવ વધ્યા હતા.

નવો ભાવ
IOCL ના જણાવ્યાં મુજબ દિલ્હીમાં 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી 1764.50 રૂપિયા થયો છે. જ્યારે પહેલા આ સિલિન્ડરનો ભાવ 1795 રૂપિયા હતો. આ ઉપરાંત કોલકાતામાં ગેસ સિલિન્ડરનો ભાવ હવે કાપ બાદ 1879 રૂપિયા થયો છે. જે પહેલા 1911 રૂપિયામાં મળતો હતો. મુંબઈમાં ભાવ 1717.50 રૂપિયા થયો છે. જે પહેલા 1749 રૂપિયા હતો. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે 1930.00 રૂપિયામાં મળશે.

ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી
જો ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો 14.2 કિલોવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. દિલ્હીમાં તે 8.3 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને  ચેન્નાઈમાં 818.050 રૂપિયામાં મળે છે.

હવાઈ ઈંધણ પણ સસ્તું થયું
OMCs હવાઈ ઈંધણના ભાવમાં પણ કાપ મૂકાયો છે. હવાઈ ઈંધણના ભાવમાં લગભગ 502.91 રૂપિયા પ્રતિ કિલો લીટરની રાહત મળી છે. ગત મહિને  624.37 રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે ભાવમાં વધારો થયો હતો. હવાઈ ઈંધણના પણ નવા ભાવ આજથી લાગૂ થઈ ગયા છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com