ભિલોડાના ચીબોડામાં CNG કારમાં અચાનક આગ લાગતા દોડધામ

રાકેશ ઓડ  (અરવલ્લી સમાચાર,ભિલોડા)

  • ભિલોડાના ચીબોડામાં કારમાં આગ
  • ખેતરમાથી ઘરે આવ્યા બાદ કારમાં આગ
  • CNG કારમાં અચાનક આગ લાગતા દોડધામ
  • ૬૮ વર્ષના એક ઇસમનો બચાવ

કોઈપણ વાહન હોય તેની જાળવણી ના થાય તો કોઈ ને કોઈ આકસ્મિક ઘટના બનતી હોય છે. ત્યારે ભીલોડાના ચીબોડામાં સીએનજી  કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર અરવલ્લી જીલ્લાના ભિલોડાના ચીબોડા ગામે ખેતરમાથી કાર પરત લઈને આવ્યા બાદ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી કારમાં સવાર ૬૮ વર્ષીય ખેડૂત ઉમેદસિંહ મોતિસિંહ ચંપાવતનો ચમત્કારિત બચાવ થયો હતો કારમાં આગ લાગવાની ઘટનાથી લોકના ટોળા ઉમટી પડ્યા હતા લોકો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com