રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
- માલપુર ના વાત્રક ડેમ માંથી પાણી છોડાયું
- ડાબા કાંઠા ની કેનાલ માં 180 ક્યુસેક પાણી છોડાયું
- સિંચાઈ વિભાગ દ્વારા ચોથા તબક્કા નું પાણી છોડાયું
- માલપુર અને બાયડ ના 70 થી વધુ ગામો ને ફાયદો
- આ વિસ્તાર ની 2000 કરતા વધુ હેક્ટર જમીન ના પાક માં ફાયદો
- બાયડ માલપુર તાલુકા ના ખેડુતો માં અનંદો
હાલ ખેડૂતોએ કરેલા રવિ સિઝનના વાવેતરમાં પાક લગભગ તૈયાર થઇ ગયો છે. ત્યારે આ વર્ષે ચોમાસામાં વરસાદ પણ પૂરતો આવ્યો નથી. જેથી શિયાળુ પાક માટે સિંચાઈ પર આધાર રાખવો પડે એમ છે. ત્યારે અરવલ્લીના વાત્રક ડેમમાંથી 180 ક્યુસેક પાણી છોડાયું છે.
હાલ અરવલ્લી જિલ્લામાં ખેડૂતો દ્વારા રવિ સિઝનમાં ઘઉં, ચણા, બટાકા, ઘાસચારો, મકાઈનું વાવેતર કરાયું છે. સારી માવજત કરીને પાક લગભગ તૈયાર થવા આવ્યો છે ત્યારે ખેતીપાક માટે પાણી મુખ્ય સ્ત્રોત છે. ત્યારે સિંચાઈ વિભાગે ખેડૂતોને ખેતી માટે પાણી આપવાનું નક્કી કરેલું છે તે મુજબ માલપુરના વાત્રક ડેમમાંથી ત્રણ તબક્કા પુરા કરી આજે ચોથા તબક્કાનું પાણી વાત્રક ડાબા કાંઠાની કેનાલમાં છોડવા માં આવ્યું છે. આ પાણી છોડાતા બાયડ અને માલપુર તાલુકાની લગભગ બે હજાર હેક્ટર જમીનને સીંચાઇનો લાભ મળશે. બંને તાલુકાના 70થી વધુ ગામોની 2 હજાર હેક્ટર જમીનને પીયતનો લાભ મળશે. આમ આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.