લોકસભા ચૂંટણી પહેલા ગૂગલનો જેમિની AIને લઈને મોટો નિર્ણય, ચૂંટણી પ્રશ્નનો જવાબ નહિ આપે ચેટબોટ

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં ચૂંટણી યોજાવાની છે
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરુપયોગને ટાળવા લીધો નિર્ણય
  • ચૂંટણી દરમિયાન યુઝર્સને ખોટી માહિતીથી બચાવવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.

01

આ વર્ષે ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલ્સના દુરુપયોગની શક્યતાને કારણે ગૂગલ પણ એલર્ટ થઈ ગયું છે. ગૂગલ કહે છે કે તે તેના AI ચેટબોટ જેમિનીને આ વર્ષની ચૂંટણી વિશેના કેટલાક પ્રશ્નોના જવાબ આપવાથી રોકી રહ્યું છે. ચૂંટણીમાં ટેક્નોલોજીનો સંભવિત દુરુપયોગ ટાળવા માટે ગૂગલ આ પગલું ભરી રહ્યું છે.

જેમિની પર પ્રતિબંધ

જેમિનીના બ્લોગમાં આ વિશે માહિતી આપતા ગૂગલે કહ્યું કે ચૂંટણી દરમિયાન યુઝર્સને ખોટી માહિતીથી બચાવવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગૂગલે કહ્યું કે ભારતીય નાગરિકો આગામી થોડા દિવસોમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન કરશે. આવી સ્થિતિમાં, આપણે આવા મહત્વપૂર્ણ વિષય પર અત્યંત સાવચેત રહેવાની જરૂર છે. તેથી જ અમે જેમિનીને ચૂંટણી-સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ભારત તેમજ અમેરિકામાં જેમિની પર નિયંત્રણ 

Google એ પણ કહે છે કે, અમે ચૂંટણી સંબંધિત પ્રશ્નો બાબતે યોગ્ય માહિતી આપવાની જવાબદારીને ગંભીરતાથી લઈએ છીએ. આવી સ્થિતિમાં અમે પ્લેટફોર્મને સુધારવા માટે સતત કામ કરી રહ્યા છીએ. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની હોવાથી જેમિની પર લાદવામાં આવેલા આ નિયંત્રણો ભારતની સાથે સાથે અમેરિકામાં પણ લાગુ થશે.

આ પહેલા પણ જેમિની પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા 

આ પહેલીવાર નથી જ્યારે જેમિની પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોય. થોડા દિવસો પહેલા ગૂગલે તેના AI મોડલના ઈમેજ જનરેશન ફીચરને થોડા દિવસો માટે બંધ કરી દીધું હતું. આ ફીચરને લઈને ઐતિહાસિક રીતે અચોક્કસ અને વાંધાજનક ચિત્રો બનાવવા બાબતે આક્ષેપો થયા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com