ARVALLI: મૌલાના મુફ્તી સલમાન અઝહરી માટે રાહતના સમાચાર, મોડાસા ડિસ્ટ્રીક્ટ કોર્ટે શરતી જામીન મંજૂર,અનુઆયીઓમાં ખુશી

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • મોડાસા શહેરમાં ગત 24, ડિસેમ્બર 2023 નશામુક્તિ અભિયાન અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
  • મૌલાના મુકત્તી સલમાન અઝહરી સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો
  • મોડાસા ડિસ્ટ્રીક્ટ કોર્ટે મૌલાના મુકત્તી સલમાન અઝહરીના  શરતી જામીન મંજૂર કર્યા

 

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં ગત 24, ડિસેમ્બર 2023 નશામુક્તિ અભિયાન અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મૌલાના મુકત્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિષે અપમાનજનક શબ્દોના ઉપયોગ કરતા તેમની અને આયોજક સામે 9 ફેબ્રુઆરીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો ત્યારબાદ મૌલાનાની ધરપકડ કરી મોડાસા કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જ્યુડીરાયલ કસ્ટડીમાં મૌલાનાની સલામતીનાં કારણોસર અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી અપાયા હતા મૌલાનાના વકીલે જામીન અરજી દાખલ કરવામાં આવતા ડિસ્ટ્રિક્ટ કોર્ટે શરતી જામીન મંજૂર કરતા મૌલાના મુકત્તી સલમાન અઝહરીના સમર્થકોમાં આનંદ છવાયો હતો મોડાસા ડિસ્ટ્રીક્ટ કોર્ટેમાં મૌલાના મુદ્દત્તી સલમાન અઝહરીના વકીલ ઇદ્રીસ સદાએ જામીન અરજી દાખલ કરતા કોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી શરતી જામીન મંજૂર કર્યા હતા જેમાં કોર્ટમાં મુદત દરમિયાન હાજર રહેવા અને કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.મૌલાના મુકતી સલમાન અઝહરીના કોર્ટે જામીન અરજી મંજૂર કરતા લઘુમતી સમાજના લોકોમાં ખુશી ફેલાઇ હતી મૌલાનાની જામીન અરજી મંજૂર થતાં માંડી સાંજ સુધી કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરી તેમની જેલ મુત્તેિ થશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી

મહારાષ્ટ્ર ઘાટકોપરના મૌલાના મુત્તી સલમાન અઝહરીને જૂનાગઢ, કચ્છના સામખીયાળી અને અરવલ્લીના મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યા બાદ સતત મુશ્કેલીઓ વધી રહી છે જૂનાગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ કચ્છ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા ભચાઉ કોર્ટે મૌલાના મુતી સલમાન અઝહરીના જામીન મંજૂર કરતા મોડાસા શહેરમાં ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિષે અપમાનજનક શબ્દોના ઉપયોગ માટે મોડાસા ટાઉન પોલીસે સ્ટેશનમાં ગુન્હો નોંધાતા અરવલ્લી પોલીસે મૌલાના મુકતીનો કચ્છ પોલીસ પાસેથી કબજો મેળવી મોડાસા કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા

મોડાસામાં 4 ડિસેમ્બરે યોજાયેલ નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામમાં મૌલાના મુત્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરતા અને અનુસૂચિત જાતિ સમાજ વિષે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા મૌલાના મુકતી સલમાન અઝહરી અને પ્રોગ્રમના આયોજક ઇશાકભાઇ ગોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પીઆઇ ડી.કે.વાઘેલાએ કરિયાદ નોંધાવી હતી પોલીસે ઇશાક ઘોરીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા બાદ સોમવારે અરવલ્લી પોલીસે મૌલાના મુકત્તી સલમાન અઝહરીને મોડાસા કોર્ટમાં રજુ કરી જુદા-જુદા મુદ્દા હેઠળ દસ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com