ભારે વરસાદની આગાહીને કારણે અરવલ્લીની શાળાઓમાં આજે રજા

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • અરવલ્લી જિલ્લામાં પણ બંધ રહેશે શાળાઓ
  • પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે
  • સોમવારે ૧૮ સપ્ટેમ્બરના રોજ બંધ રાખવા નિર્ણય
  • ભારે વરસાદની આગાહીના પગલે રજા જાહેર કરાઈ
  • જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાયો નિર્ણય

રાજ્યભરમાં ગઈકાલથી સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો રવિવારે ગુજરાતના 186 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના કેટલાક જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અરવલ્લી જીલ્લાનો પણ સમાવેશ થાય છે ત્યારે ભારે વરસાદની આગાહીને કારણે અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક,માધ્યમીક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે રજા રાખવામાં આવી છે હવામાંન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સોમવારે ૧૮ સપ્ટેમ્બરના રોજ એટલેકે આજરોજ અરવલ્લી જીલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટેનો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com