વધુ એક યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે? અમેરિકાએ ઈરાક-સીરિયામાં કરી એર સ્ટ્રાઈક

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

અમેરિકી સેનાએ શુક્રવારે ઈરાક અને સીરિયામાં ઈરાની સમર્થિક મિલિશિયા અને ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી)ના ડઝન જેટલા ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી. ગત વીકેન્ડ જોર્ડનમાં થયેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકોના મોત બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી છે.

એપીના જણાવ્યાં મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેને એક નિવેદનમાં કહ્યું કે “સંયુક્ત રાજ્ય અમેરિકા મધ્ય પૂર્વ કે દુનિયામાં ક્યાંય પણ સંઘર્ષ ઈચ્છતો નથી. પરંતુ જે અમને નુકસાન પહોંચાડવા માંગે છે તે બધાએ એ જાણી લેવું જોઈએ કે જો તમે  કોઈ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે જવાબ આપીશું.” બાઈડેને પોતાના નિવેદનમાં વાત દોહરાવતા ક હ્યું કે અમારી પ્રતિક્રિયા આજે શરૂ થઈ, તે અમારી પસંદના સમય અને સ્થળો પર ચાલુ રહેશે.

85 ટારેગટને નિશાન બનાવ્યા
અમેરિકી હુમલામાં સાત જગ્યાઓ પર 85થી વધુ ટાર્ગેટને નિશાન બનાવ્યા. જેમાં કમાન્ડ અને કંટ્રોલ  હેડક્વાર્ટર, ઈન્ટેલિજન્સ સેન્ટર, રોકેટ અને મિસાઈલ, ડ્રોન અને ગોળા બારૂદ ભંડાર તથા અન્ય જગ્યાઓ સામેલ છે જે મિલિશિયા કે આઈઆરજીસીના કૂદ્સ ફોર્સ સાથે જોડાયેલી હતી. અત્રે જણાવવાનું કે કૂદ્સ ફોર્સ આઈઆરસીજીની અભિયાન યુનિટ છે જે તેહરાનના ક્ષેત્રીય મિલિશિયા સાથે સંબંધો અને હથિયારોને સંભાળે છે.

એપીના જણાવ્યાં મુજબ એવું લાગે છે કે અમેરિકી હુમલા સીધી રીતે ઈરાન કે તેની સરહદોની અંદર રેવોલ્યુશનરી ગાર્ડ કૂદ્સ ફોર્સના વરિષ્ઠ નેતાઓને નિશાન  બનાવશે નહીં કારણ કે અમેરિકા સંઘર્ષને વધુ વધારવાથી બચી રહ્યું છે. અત્રે જણાવવાનું કે ઈરાને જોર્ડન હુમલા પાછળ પોતાનો હાથ હોવાનો ઈન્કાર કર્યો છે.

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે નાગરિકોને નુકસાનથી બચાવવા માટે ટાર્ગેટને સાવધાનીપૂર્વક પસંદ કરાયા અને આ પસંદગી સ્પષ્ટ, નિર્ધારિત પુરાવા પર આધારિત હતી કે તેઓ ક્ષેત્રમાં અમેરિકી સૈનિકો પર હુમલા સાથે જોડાયેલા હતા. જો કે તેમણે એ જણાવવાનો ઈન્કાર કરી દીધો કે તે પુરાવા શું હતા.

30 મિનિટ સુધી થયા હુમલા
જોઈન્ટ સ્ટાફના નિદેશક લેફ્ટેનન્ટ જનરલ ડગલસ સિમ્સે કહ્યું કે હુમલા લગભગ 30 મિનિટ સુધી થયા અને જે સ્થળો પર હુમલા કરાયા તેમાંથી 3 ઈરાકમાં અને ચાર સીરિયામા થયા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે હુમલામાં 125થી વધુ સટીક યુદ્ધ સામગ્રીનો ઉપયોગ થયો. યુદ્ધ સામગ્રીને અમેરિકાથી ઉડાવાયેલા લાંબા અંતરના બી-1 બોમ્બવર્ષક સહિત અનેક વિમાનો દ્વારા વિતરિત કરાયા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com