માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ જુલાઈ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાં અંબાણી પરિવારે કપલ માટે ક્રુઝ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. અંબાણીઓએ આ પાર્ટીને ખૂબ જ સિક્રેટ રાખી હતી, જેના કારણે અત્યાર સુધી ન તો કોઈ સેલેબ્સનો લુક સામે આવ્યો છે અને ન તો અંબાણી પરિવારની કોઈ ઝલક જોવા મળી છે. પરંતુ હવે અંબાણી પરિવારની બેક ટુ બેક પાર્ટીઓની તસવીરો વાઇરલ થઇ રહી છે. હાલમાં જ આ પ્રી-વેડિંગના અનંત-રાધિકાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી છે, જ્યારે હવે આ પાર્ટીની ઈશા અંબાણીની પહેલી તસવીર પણ સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસવીરમાં રાધિકા મર્ચન્ટ અને અનંત એકસાથે જોવા મળે છે. આ દરમિયાન રાધિકા ગુલાબી ડ્રેસમાં એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે. આ સાથે તે ડ્રેસ સાથે મેચ થતી ક્યૂટ હેન્ડ બેગ પણ લઈ રહી છે. તસવીરમાં રાધિકા હસતી અને તેના પ્રી-વેડિંગ ફંક્શનને એન્જોય કરતી જોવા મળે છે. તો બાજુમાં ઉભેલો અનંત પણ રાધિકાને પ્રેમથી જોતો જોવા મળે છે. આ દરમિયાન અનંત બ્લુ શર્ટમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો છે. આ સિવાય કપલના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બંને તેમના ફંક્શનને એન્જોય કરતા અને તાળીઓ પાડતા જોવા મળે છે. બીજા પ્રી-વેડિંગના કપલની આ પહેલી ઝલક છે અને ફેન્સ તેને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
અંબાણી પરિવારના એક ફેન પેજએ ઈશા અંબાણીની ક્રૂઝ પાર્ટીની પહેલી તસવીર ઈન્સ્ટા પર શેર કરી છે. આ તસવીરમાં ઈશા ભાઈ અનંત અંબાણી અને તેની ભાવિ ભાભી રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પાર્ટીમાં કો-ઓર્ડ સેટમાં જોવા મળે છે, જેમાં કોર્સેટની વિગતો હતી. ઈશા આ ડ્રેસ સાથે સનગ્લાસ અને હૂપ ઈયરિંગ્સ કેરી કરતી જોવા મળી હતી. ઈશાએ લાઇટ મેક-અપ અને મેસી બન સાથે તેનો લુક પૂર્ણ કર્યો. આ તસવીરમાં તે એક મહેમાન સાથે સુંદર બેકગ્રાઉન્ડમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ઈશાનો આ સિમ્પલ અને ક્લાસી લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આનંદ-રાધિકાની સગાઈ 2023માં થઈ હતી અનંત અને રાધિકાએ વર્ષ 2023માં સગાઈ કરી હતી. આ સગાઈમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ ભાગ લીધો હતો. રાધિકા- અનંત બાળપણથી એકબીજાને ઓળખે રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. અનંતે USAની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી તેણે જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય તરીકે કામ કર્યું. તે હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકાનો ગુજરાત સાથે સંબંધ છે રાધિકાના પિતા વિરેન ગુજરાતના કચ્છના વતની છે. તેઓ ADF Foods Ltd.ના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેમજ એનકોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઇઓ અને વાઇસ-ચેરમેન છે. રાધિકાએ શાળાનું શિક્ષણ કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ અને મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાંથી પૂરું કર્યું હતું. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકસ અને ઇકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે. કંપની ડિરેક્ટર અને ક્લાસિકલ ડાન્સર રાધિકા ગ્રેજ્યુએશન પછી ભારત પરત આવી. તે હાલમાં બોર્ડ ઓફ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર છે. તેને ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. તે એક ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે. રાધિકાએ મુંબઈની ‘શ્રી નિભા આર્ટ ડાન્સ એકેડમી’ના ગુરુ ભવન ઠાકરના માર્ગદર્શન હેઠળ ક્લાસિકલ ડાન્સિંગની તાલીમ લીધી છે.