આજે અનંત-રાધિકાનું પહેલું વેડિંગ રિસેપ્શન:PM નરેન્દ્ર મોદી નવયુગલને 'શુભ આશીર્વાદ' આપશે, બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળશે; લગ્નની તસવીરો

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ગઈકાલે, 12 જુલાઈએ અનંત ને રાધિકાનાં લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા. આ લગ્નમાં દેશ-વિદેશના સેલેબ્સ આવ્યા હતા. બોલિવૂડના અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા. દીકરાના લગ્નમાં નીતા અંબાણીએ ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત અર્જુન કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન પણ નાચતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવયુગલને ‘શુભ આશીર્વાદ’ આપવા આવશે
આજે, 13 જુલાઈએ સેલેબ્સ અનંત-રાધિકાને શુભ આશીર્વાદ આપશે. આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે.

રવિ-સોમ પણ વેડિંગ રિસેપ્શન
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ રવિવાર, 14મી જુલાઈએ રિસેપ્શનમાં હાજરી આપશે. આ સિવાય રિલાયન્સ અને જિયોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લેશે. 15 જુલાઇના રિસેપ્શન સામાન્ય જનતા માટે આયોજિત કરવામાં આવ્યું છે.

વરમાળા પહેલાં કપલ એકબીજાને જોતા જોવા મળ્યા હતા
અનંત-રાધિકા લગ્નની વિધિ કરી રહ્યા છે. આ દરમિયાન અનંતના પિતા મુકેશ અંબાણી અને રાધિકાની માતા શૈલા મર્ચન્ટ પણ જોવા મળે છે
અનંત-રાધિકા લગ્નની વિધિ કરી રહ્યા છે. આ દરમિયાન અનંતના પિતા મુકેશ અંબાણી અને રાધિકાની માતા શૈલા મર્ચન્ટ પણ જોવા મળે છે
રાધિકાનો આ ડ્રેસ સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો છે. લહેંગાનો પલ્લુ 5 મીટર છે, આ હાથીદાંતના જરદોસી કટ-વર્કના લહેંગામાં લાલ સિલ્કનો ટચ છે
રાધિકાનો આ ડ્રેસ સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો છે. લહેંગાનો પલ્લુ 5 મીટર છે, આ હાથીદાંતના જરદોસી કટ-વર્કના લહેંગામાં લાલ સિલ્કનો ટચ છે
વિદાયમાં રાધિકાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો લાલ અને ગોલ્ડન લહેંગા પહેર્યો હતો
વિદાયમાં રાધિકાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો લાલ અને ગોલ્ડન લહેંગા પહેર્યો હતો
લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલાં આખા અંબાણી પરિવારે સાથે મળીને ફોટોશૂટ કરાવ્યું હતું

લગ્નમાં ‘મિની કાશી’ જોવા મળ્યું
અનંત-રાધિકાનાં લગ્નમાં કાશીની થીમ જોવા મળી હતી. લગ્ન પહેલાં નીતા અંબાણીનો કાશીની પ્રશંસા કરતો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતા, જેમાં તેમણે કાશી નગરીનાં વખાણ કરતાં કહ્યું હતું, ‘કાશીની સાથે મારી ભક્તિનો એક વિશેષ સંબંધ રહ્યો છે. હું ને મારો પરિવાર કોઈપણ શુભ પ્રસંગ પહેલાં હંમેશાં દેવી-દેવતાઓનાં દર્શને જતા હોઈએ છીએ. હું થોડા દિવસ પહેલાં જ અનંત-રાધિકાને ભગવાનના આશીર્વાદ મળે એ માટે વારાણસી આવી હતી. આ પ્રાચીન નગરી મને હંમેશાં ગમી છે. અનંત-રાધિકાનાં જેટલાં પણ ફંક્શન થયાં એ તમામમાં અમે ભારતીય કલ્ચરને ટ્રિબ્યૂટ આપવાનો પ્રયાસ કર્યો છે. મને આનંદ છે કે લગ્નમાં કાશીની એ જ પવિત્રતાની ઝલક જોવા મળશે. કાશીનાં દેવી-દેવતા, પંડિતોના મંત્રોચ્ચાર, કાશીનું ભોજન, ગંગા કિનારે સૂર રેલાવતી એ શરણાઈઓ દરેક લગ્નને મંગલમય બનાવે છે. મેં કાશીમાં એ શાંતિ, ભક્તિભાવ અને આનંદ અનુભવ્યાં, મહાદેવ ત્યાં વસે છે, ગણપતિ સાથે નંદી ને સતત કાને મંત્રોની ગુંજ સંભળાય છે. આ કાશી નગરી પાવન છે.’

મામેરાથી લઈ શિવ-શક્તિ પૂજા, મહેંદે સેરેમની યોજાઈ
3 જુલાઈએ અનંત-રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યાર બાદ ચાર જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટ યોજી હતી. પાંચ જુલાઈએ હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરે મ્યુઝિક નાઇટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ 8 જુલાઈએ ગ્રહશાંતિની પૂજા થઈ હતી. નવ જુલાઈએ હલ્દી સેરેમની તથા 10 જુલાઈએ શિવશક્તિ પૂજા ને મહેંદી સેરેમની યોજાઈ હતી.

લગ્નથી લઈને વિવિધ ફંક્શનની તસવીરોમાં માણો….

લગ્ન પહેલાં અનંતે દાદાની તસવીરને ચાંદલો કર્યો હતો
Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com