અંબાણીના અવસરમાં અમીરોનો જમાવડો! ફેસબુકના માલિક, બિલ ગેટ્સ, ટ્રંપની દીકરી બધા આવશે

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

રિલાયન્સના મુકેશ અંબાણીના ઘરે મોટો અવસર આવ્યો છે. મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણીનો લગ્ન સમારોહ આવી રહ્યો છે. અનંત અંબાણીના પ્રી-વેડિંગ સમારોહમાં દુનિયાભરથી મોંઘેરા મહેમાનોને ગુજરાત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આખા જામનગરમાં આ સમારોહને કારણે હાલ જમાવટ થઈ રહી છે. માર્ક ઝકરબર્ગ-બિલ ગેટ્સ સહિતના મોંઘેરા મહેમાનો ગુજરાત આવી શકે છે.

પ્રી-વેડિંગમાં દેશ-દુનિયાની હસ્તીઓ આવશેઃ
મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ, ટેડ પીકના સીઇઓ મોર્ગન સ્ટેનલી, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, ડિઝનીના સીઇઓ બોબ ઈગ્નર, બ્લેક રોકના સીઇઓ લેરી ફિન્ક, એડોબના સીઇઓ શાંતનુ નારાયણ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ, એડનોક સીઇઓ સુલતાન અહમદ અલ જાબેર, રોથ્સચિલ્ડ એલએલસી કંપનીના સીઇઓ લેડી ડે રોથ્સચિલ્ડ સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. આ મહાનુભાવો અંબાણી પરિવારના પ્રસંગમાં ઉપસ્થિત રહી શકે છે. આ પ્રી-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે અને ભારતીય ભોજનનો સ્વાદ પણ માણશે, સાથે-સાથે કચ્છ અને લાલપુરની મહિલાઓએ બનાવેલા સ્કાર્ફ પણ અતિથિઓને અપાશે.

અંબાણી પરિવાર દ્વારા કોને કોને અપાયું આમંત્રણ?
પ્રાપ્ત માહિતી અનુસાર ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ, દુનિયાના ધનકુબેર ગણાતા બિલ ગેટ્સ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના દિકરી ઈવાન્કા ટ્રંપ સહિતની હસ્તીઓને અંબાણી પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. અંબાણી પરિવાર દ્વારા આ પ્રસંગે લૂપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મુર્ડોક, બ્રિજ વોટર એસોસિયેટના ફાઉન્ડર રે-ડેલિઓ, મેક્સિકોના અમીર કાર્લોસ સ્લિમ, ઝાંગ લેઈ- હિલહાઉસ કેપિટલના ફાઉન્ડર, મુરે ઓકિનક્લોઝ- બ્રિટિશ પેટ્રોલિયમના સીFઓ, જોન એલ્કનના- એક્સોરના સીઇઓ, જોન ચેમ્બર્સ- સિસ્કોના પૂર્વ ચેરમેન, બ્રૂસ ફ્લેટ- બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટના સીઇઓ, અજિત જૈન- બર્કશાયર હેથવેમાં ઈન્શ્યોરન્સ ઓપરેશન્સના વાઇસ-ચેરમેનનો સહિતની હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યાં છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com