અંબાણી પરિવારમાં લગ્નની ધૂમ, પ્રી-વેડિંગ ફંક્શનમાં ફ્લોરલ લેંઘામાં ચમકી રાધિકા

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્ન પહેલાંની વિધિઓ શરૂ થઇ ગઇ છે. આ વર્ષના અંતમાં લગ્નના બંધનમાં બંધાવા જઇ રહેલા કપલ માટે શુક્રવારે ગુજરાતના જામનગરમાં પહેલાં પ્રી વેડિંગ ફંક્શન ‘લગ્ન લખવાનું’ આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના જામનગર સ્થિત ફાર્મહાઉસમાં યોજાયેલા આ ફંક્શનમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

લગ્ન લખવાના સમારોહ દરમિયાન અંબાણી ખાનદાનની થનાર વહૂ રાધિકા મર્ચેંટે અનુમિક ખન્ના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો લેંઘો પહેર્યો હતો. તેમના આઉટફિટમાં ફૂલોની ડિઝાઇન હતી જેને વિભિન્ન સેક્વિન પેચ દ્વારા હાઇલાઇટ કરવામાં આવી હતી. તેમણે 3 લેયરવાળો હીરાના હારનો સેટ, માંગમાં ટીકો અને ચૂડી સાથે પોતાનો લુક કેરી કર્યો હતો.

મેકઅપ અને હેર સ્ટાઇલ
રાધિકા મર્ચેટે પોતાના લુક માટે ખુલ્લા વાળ, જેમાં સોફ્ટ કર્લ્સ આપ્યો હતો. તેની સાથે જ તેમણે ખૂબ લાઇટ મેકઅપ કર્યો હતો જે આ લુકને વધુ એટ્રેક્ટિવ બનાવી રહ્યો હતો. આ લુકમાં રાધિકા મર્ચેટ એકદમ સુંદર લાગતી હતી. મેકઅપ અને હેર આર્ટિસ્ટ લવલીન રામચંદાનીએ ઇંસ્ટાગ્રામ પર રાધિકાના કેટલાક ફોટા શેર કર્યા.
લગ્ન લખવાનું શું છે?
આ સમારોહમાં ‘કંકોત્રી’ નામથી જ ઓળખાતું પ્રથમ સત્તાવાર લગ્નનું આમંત્રણ તૈયાર કરવામાં આવે છે. જેમાં આગામી લગ્ન માટે આર્શિવાદ માંગવામાં આવે છે
અનંત અંબાણી વિશે
1995 માં જન્મેલા અનંત અંબાણી હાલ રિલાયન્સ ઇંડસ્ટ્રી લિમિટેડના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરી રહ્યા છે, જે અંબાણી પરિવાર માટે રોકાણનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. તે પોતાની માતા નીતા અંબાણી સાથે મળીને ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ફેંચાઇઝી મુંબઇ ઇન્ડીયન્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બે વર્ષથી વધુ સમયથી અનંત અંબાણી જિયો પ્લેટફોર્મના ડાયરેક્ટરના રૂપમાં કામ કરી રહ્યા છે અને તાજેતરમાં જ 2022 માં રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL) માં ડાયરેક્ટ પોસ્ટ ગ્રહણ કર્યું છે.
રાધિકા મર્ચેટ વિશે
રાધિકા મર્ચેંટનો જન્મ 1994 માં થયો છે. તેમના પિતા વિરેન મર્ચેંટ એક ફેમસ ફાર્માસ્ટિકલ ફર્મ, એનકોર હેલ્થકેરના સીઇઓ છે. રાધિકા મર્ચેંટે મુંબઇના કેથેડ્રલ એન્ડૅ જોન કોનન સ્કૂલ અને ઇકોલે મોંડિયાલ વર્લ્ડ સ્કૂલ સહિત પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું.
Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com