દાંત, પેઢા અને સાંધાના દુખાવામાં જોરદાર ફાયદો કરે છે ફટકડી, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ઉનાળામાં ફક્ત ત્વચા કે વાળ સંબંધિત સમસ્યા નહીં પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધારે રહે છે. આ સિઝનમાં પરસેવો વધારે થાય છે તેના કારણે બેક્ટેરિયા પણ વધી શકે છે અને તેના કારણે શરીરમાંથી બદબૂ પણ આવે છે. આ સિવાય કેટલીક નાની મોટી સમસ્યાઓ પણ ગરમીની સિઝનમાં રહેતી હોય છે. આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો ફટકડી અસરકારક છે. આજે તમને ફટકડીથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ.

દાંત અને પેઢાની સમસ્યા 

ખરાબ આહાર શૈલીના કારણે નાના બાળકોને પણ દાંત અને પેઢા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. જો કોઈ વ્યક્તિને દાંત કે પેઢા સંબંધિત સમસ્યા હોય તો તેને નિયમિત ફટકડીના પાણીથી કોગળા કરવા જોઈએ. તેનાથી દાંત અને પેઢાની તકલીફ દૂર થશે અને મોંમાંથી આવતી દુર્ગંધથી પણ છુટકારો મળશે.

સાંધાનો દુખાવો 

આજના સમયમાં નાની ઉંમરમાં લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થઈ જાય છે. જો તમને પણ સાંધાનો દુખાવો રહેતો હોય તો એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણથી ભરપૂર ફટકડી ખૂબ જ કામ લાગશે. તેનો ઉપયોગ કરવાથી શરીરના દુખાવા અને સોજા દૂર થઈ શકે છે. પગમાં સોજા અને દુખાવો રહેતો હોય તો એક ટબમાં ગરમ પાણી ભરી તેમાં ફટકડી પલાળી પગને 10 થી 15 મિનિટ તેમાં રાખો.

કફની સમસ્યા 

જો તમને કફ જામી ગયો છે અને તેના કારણે તકલીફ થાય છે તો તેમાં પણ ફટકડી ફાયદાકારક સાબિત થશે. દિવસમાં બેથી ત્રણ વખત ફટકડીના પાણીથી કોગળા કરવાથી કફથી રાહત મળે છે.

પરસેવાની વાસ 

ઉનાળામાં સૌથી વધુ આ તકલીફ સતાવે છે. ઘણા લોકોના પરસેવામાંથી વાસ પણ ભયંકર આવતી હોય છે. આવી તકલીફ હોય તો નહાવાના પાણીમાં ફટકડી ઉમેરી દેવી જોઈએ. ફટકડીના પાણીથી નહાવાથી પરસેવાની વાસ નહીં આવે. કપડાં ધોવામાં પણ ફટકડીનો ઉપયોગ કરી શકાય છે તેનાથી કપડામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થઈ જાય છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com