મોંઘી ટુથપેસ્ટ કરતાં વધારે ફાયદાકારક છે એલોવેરા, જાણી લો ઉપયોગ કરવાની રીત

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ઓરલ હાઈજીન ખુબ જ જરૂરી હોય છે. જો તેની સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. મોંની સફાઈ ન રાખવામાં આવે તો દાંત, પેઢા તો ખરાબ થાય જ છે સાથે જ પેટ સુધી બીમારી પહોંચી શકે છે. ઓરલ હેલ્થ સારી રહે તે માટે લોકો મોંઘા મોંઘા ટુથપેસ્ટ પણ વાપરે છે. પરંતુ જો તમારે મોંઘી ટુથપેસ્ટ જેવું જ રિઝલ્ટ કોઈપણ જાતના ખર્ચ વિના મેળવવું હોય તો નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો.

એલોવેરા જેલ એવી પ્રાકૃતિક ઔષધી છે જે ઓરલ હેલ્થને પણ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળને ફાયદો કરે છે તે રીતે દાંતની સફાઈ પણ કરે છે. એલોવેરા જેલને જો ટુથપેસ્ટ તરીકે ઉપયોગમાં લ્યો છો તે તેનાથી દાંતને ફાયદો થવાની સાથે ઓરલ હેલ્થ પણ સુધરે છે.

એલોવેરા જેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે મોં ના બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે અને દાંત તેમજ પેઢાની સમસ્યા મટાડે છે. આ જેલનો ઉપયોગ તમે ટુથપેસ્ટ તરીકે કરી શકો છો.

એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી થતા લાભ

એલોવેરા જેલનો ઉપયોગ પ્રાકૃતિક ટુથપેસ્ટ તરીકે કરી શકાય છે. એલોવેરા મોંની સફાઈમાં મદદ કરે છે અને તે દાંતને સડતા અટકાવે છે. પ્લાકની સમસ્યાથી બચવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે.

રોજ એલોવેરા જેલનો ઉપયોગ બ્રશ કરવા માટે કરશો તો શ્વાસની દુર્ગંધ દુર થશે. સાથે જ મોંમાં તાજગી આવશે. એલોવેરા પેઢાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તે પેઢામાંથી નીકળતા લોહીને અટકાવે છે અને સોજા ઉતારે છે.

એલોવેરા જેલ ઔષધિય ગુણોથી ભરપુર હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ હોય છે. જે દાંતને સડતા રોકે છે અને દાંતને મજબૂત બનાવે છે. એલોવેરાને તમે ડેંટલ કેર રુટીનમાં સામેલ કરી શકો છો.

કેવી રીતે કરવો ઉપયોગ ?

તાજા એલોવેરાના પાન તોડી તેમાંથી તેનો ગર કાઢી ઉપયોગમાં લેવો. જો ફ્રેશ એલોવેરા ન મળે તો તમે માર્કેટમાં મળતા શુદ્ધ એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો. ટુથબ્રશ પર થોડી માત્રામાં એલોવેરા જેલ લગાવો અને સામાન્ય રીતે બ્રશ કરો. બ્રશ કર્યા પછી સારી રીતે કોગળા કરી મોં સાફ કરી લો. દિવસમાં 2 વાર એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી દાંત સંબંધિત સમસ્યામાંથી પણ રાહત મળી જાશે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com