બાંગ્લાદેશમાં ચૂંટણી બાદ હિન્દુઓ પર દર મહિને ત્રણ હુમલા થાય છે

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

સાતમી જાન્યુઆરી 2024ના દિવસે બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ત્યાં રહેતા લઘુમતી સમુદાયના લોકોએ પીએમ શેખ હસીનાની પાર્ટી અવામી લીગને મત આપ્યા હતા. દેશની બે સૌથી કટ્ટરપંથી પાર્ટીઓ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામીની ધમકીઓના કારણે કેટલાક હિન્દુ ,બૌદ્ધ અને ખ્રિસ્તી મતદારોને અવામી લીગથી આશા હતી.

આ તમામ સમુદાયના લોકોએ એમ વિચારીને અવામી લિગને મત આપ્યા હતા કે દેશમાં લઘુમતી સમુદાયના લોકોની સામે જારી હિંસા રોકાઇ જશે. પરંતુ ચૂંટણી બાદ પણ સ્થિતિ સુધરી નથી. નવી સરકાર સત્તારૂઢ થયા બાદ પણ હિન્દુ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. લઘુમતી સંગઠનોનો દાવો છે કે દર મહિને ઓછામાં ઓછા ત્રણ હુમલા કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા 3 મહિનામાં બાંગ્લાદેશના છ જિલ્લામાં થયેલા હુમલા

  • આઠમી ફેબ્રુઆરી, ચટગાંવ : દક્ષિણ-પશ્ચિમ બાંગ્લાદેશમાં ચટગાંવના સીતાકુંડમાં બારબનલ મંદિર પર હુમલો કરી તોડફોડ કરાઇ
  • આઠમી ફેબ્રુઆરી, મૌલવી બજાર : કાલીમંદિરમાં મૂર્તિઓ તોડી પાડવામાં આવી, દાગીના ચોરી કરવામાં આવ્યા. બંને ઘટનામાં તપાસ ચાલી રહી છે.
  • ત્રીજી માર્ચ ફરીદપુર : ફરીદપુરની પાસે ગોપાલગંજ વિસ્તારમાં હિંસક ટોળકીએ મહિલા પૂજારીની ગળું દબાવીને હત્યા કરી દીધી છે.
  • 22મી માર્ચ : સિરાજગંજ : એક યુવાને સિરાજગંજમાં કાલી મંદિર પર હુમલો કર્યો હતો. આ શખ્સે તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરીને મંદિરની અંદર રહેલી કેટલીક મૂર્તિઓને તોડી પાડી હતી.
  • 17મી એપ્રિલ, ચટગાંવ : દેવીદ્વારમાં એક દારૂડિયાએ મંદિરમાં પ્રવેશ કરીને બળજબરીપૂર્વક વસૂલી કરી હતી.
  • 17મી એપ્રિલ બરિસલ : બરિસલમાં રાધા-ગોવિંદ સેવાશ્રમ મંદિર પર હુમલો કરવામાં આવ્યો.
  • 23મી એપ્રિલ, ઢાકા : ઢાકાની નજીક ફરીદપુરના પંચપલ્લી કાલીમંદિરમાં દેવીની સાડીમાં આગ લાગી ગયા બાદ મુખ્ય રીતે હિન્દુ ગામના લોકો નારાજ થયા હતા.

ભવિષ્યમાં હુમલા રોકવા માટે કાર્યવાહી જરૂરી : લઘુમતી સંગઠન
હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી ઓઇક્યા પરિષદના સભ્ય રંજન કરમાકરનું કહેવું છે કે ચૂંટણી બાદ લઘુમતીઓ અને મંદિર પર થતા હુમલા ચિંતાજનક છે. હિન્દુઓની સામે હુમલા અને મંદિરમાં તોડફોડના મામલામાં કાર્યવાહી ન થવાના કારણે હુમલાખોરો વધુને વધુ હુમલા કરી રહ્યા છે. હુમલાખોરોનો જુસ્સો વધી ગયો છે. ભવિષ્યમાં આવા હુમલાને રોકવા માટે કાર્યવાહી અતિ જરૂરી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com