અરવલ્લી જીલ્લામાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • અરવલ્લી જીલ્લામાં વરસાદી માહોલ 
  • મોડાસા સહીત કેટલાક પંથકમાં વરસાદ 
  • મેઘરજના ગ્રામ્ય વિસ્તારમા ભારે ઉકળાટ બાદ વરસાદ
  • ઉન્ડવા,રોયણીયા,વસાઈ વિસ્તારમાં વરસાદની શરૂઆત
  • વરસાદ થવાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોમાં હાશકારો

આજે બપોર બાદ અરવલ્લી જીલ્લાના, મોડાસા, મેઘરજ, ઉન્ડવા,રોયણીયા,વસાઈ તેમજ ભિલોડા સહિત કેટલાક તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ અને બફારા વચ્ચે વરસાદ વરસ્યો બે દિવસના સતત ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકરી ગયા હતા ત્યારે વરસાદ થવાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોમાં હાશકારો છવાયો

 

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા લોકોને ઠંડકનો એહસાસ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીને કારણે લોકો ત્રસ્ત હતા અને પરસેવા તથા બાફ-બફારાથી પરેશાન હતા ત્યારે સવારથી જ જીલ્લાનું વાતાવરણ વરસાદી વાદળાને કારણે બદલાઇ ગયુ હતું

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com