ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત:હિંમતનગર તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના કો-ઓપ.સદસ્યનું અકસ્માતમાં મોત; ટેન્કરચાલક સામે ફરિયાદ નોંધાઈ

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

હિંમતનગરના સહકારી જિન વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ટેન્કરે પાછળથી બાઇકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં સવાર તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના કો.ઓપ.સદસ્યનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી મળેલ માહિતી મુજબ, હિંમતનગરના નિકોડા ગામના લલિતકુમાર કાલિદાસ રાઠોડ તેમના પિતા કાલિદાસ સોમાભાઈ રાઠોડ બંને બાઇક લઈને બુધવારે મોડી સાંજે નિકોડા જતા હતા. દરમિયાન સહકારી જિન વિસ્તારમાં ટેન્કરે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇકચાલક અને સવાર બંને રોડ પર પટકાયા હતા અને ટેન્કરના આગળના ટાયરમાં બાઇક સવાર હિંમતનગર તાલુકા પંચાયતમાં સામજિક ન્યાય સમિતિના કો.ઓપ.સદસ્ય કાલિદાસ સોમાભાઈ રાઠોડને ડાબા હાથે સહિત શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.

ચાલક લલિતભાઈને જમણા પગે ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી. વરસતા વરસાદમાં અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતને લઈને 108ને જાણ કરતા સ્થળ પર આવી હતી. જેમાં ઇજાગ્રસ્ત પિતા-પુત્ર બંનેને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કાલિદાસ સોમાભાઈ રાઠોડ(ઉવ.69)નું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લલિતભાઈ કાલિદાસ રાઠોડની ફરિયાદ આધારે ટેન્કરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

 હિંમતનગર તાલુકામાં પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના કો-ઓપ સદસ્ય નિકોડા ગામના કાલિદાસ સોમાભાઈ રાઠોડનું ગઈકાલે સાંજે હિંમતનગરમાં સહકારી જિન પાસે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com