માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
રાજસ્થાન ફરીને ગાડીમાં પરત ફરી રહેલા અમદાવાદના ત્રણ મિત્રો અને બે મહિલાઓને ભિલોડાના ગડાદર પાસે અકસ્માત નડતાં ગાડી ટ્રેલરની પાછળ ઘૂસી જતાં ગાડીના ચાલકનું મોત થયું હતું અને બે મિત્રો અને બે મહિલાઓને પણ ગંભીર ઈજા થઇ હતી.
રવિવાર વહેલી સવારે ગડાદર પાસેથી પસાર થઈ રહેલી ગાડી નં. ડીએલ 1ZD1311 ના ચાલકે આગળ જઈ રહેલી ટ્રેલર નં. Rj 27 GE 2213ની પાછળ ઘૂસી જતાં અકસ્માતમાં રાજસ્થાનથી પરત ફરી રહેલા ત્રણ મિત્રો અને બે મહિલાઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ગાડીના ચાલક અમિતસિંહ સતિશસિંહ ચૌહાણ (25) રહે. નારણ કૃપા બિલ્ડર્સ આસોપાલવ સોસાયટી વટવા અમદાવાદનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં અભય પ્રતાપ અકબરસિંહ રાજપૂત અને તેમના મિત્ર શિવમ શિવ કરણસિંહ રાજપૂત અને નીતાબેન ગોસ્વામી રહે. નિકોલ અમદાવાદ અને તેમની બહેનપણી શર્મિષ્ઠાબેન પટેલ રહે. દિલ્હી ચકલા અમદાવાદને ઇજાઓ થઇ હતી.