મેઘરજના સિસોદરામાં સાત દિવસીય ગણેશજીની મૂર્તિનું વાત્રક નદીમાં વિસર્જન કરાયું

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • મેઘરજના સિસોદરામાં સાત દિવસીય ગણેશ મહોત્સવનું  વિસર્જન કરાયું
  • મહાદેવ નવ યુવક મંડળ દ્વારા ગામમાં સાત દિવસનું ગણેશ સ્થાપન કરાયું હતું 
  • ગામમાં ભગવાન ગણપતિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કોઈક ના બે દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ કે સાત દિવસના ગણેશ સ્થાપન હોય છે ત્યારે મેઘરજના સિસોદરામાં સાત દિવસીય ગણેશ મહોત્સવનું  વિસર્જન કરાયું હતું.મેઘરજના સિસોદરા ગામમાં સીધેસ્વર મહાદેવ નવ યુવક મંડળ દ્વારા ગામમાં સાત દિવસનું ગણેશ સ્થાપન યોજાયું હતું.  સાતમા દિવસે શ્રીજીનું વિસર્જન યોજાયું હતું.

જેમાં ગામમાં ભગવાન ગણપતિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નવ યુવાનો દ્વારા ભારે ગરબાની ધૂમ મચી હતી. શ્રીજીની શોભાયાત્રા ગામની નજીક આવેલી વાત્રક નદીએ પહોંચી હતી. જ્યાં ભગવાન ગણેશજીની આરતી પૂજા કરી શ્રીજીનું વાત્રક નદીના જળમાં વિસર્જન કરાયું હતું અને અગલે બરસ જલ્દી આના કહી મહોત્સવની પીર્ણાહૂતી કરાઈ હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com