અરવલ્લી જિલ્લા ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી અને ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર અને પૂરી સતર્કતા સાથે જવાબદારી પૂર્વક કરવી અને નાગરિકો માટે ચૂંટણી એક અવસર બની જાય તેવું આયોજન કરવું:અરવલ્લી જિલ્લા કલેક્ટર

આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

નોડલ અધિકારીઓ સાથે ચર્ચા કરતા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારી પૂર્વક આયોજન કરવા સૂચનાઓ આપી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી.

આ બેઠક જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ,મેનપાવર મેનેજમેન્ટ,મટીરીયલ મેનેજમેન્ટ,ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ,કોમ્પ્યુટરરાઇજેશન
સાયબર સિક્યુરીટી અને આઇ.ટી, એમસીએમસી, ઇવીએમ મેનેજમેન્ટ,કમ્પલેન રીડ્રેસલ અને હેલ્પલાઇન,પરસન્સ વીથ ડિઝાબીલીટીસ તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી શૈફાલી બરવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન કેડિયા,નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડા,નાયબ ચૂંટણી અધિકારીશ્રી સહિત અન્ય નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com