મેઘરજમાં આગામી તહેવારોને લઇ પીઆઈની અધ્યક્ષતામાં ફૂટ માર્ચ યોજાઈ

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • મેઘરજ નગરમાં પોલીસની ફૂટ માર્ચ યોજાઈ
  • બે દિવસમાં ભગવાન ગણેશજીનો દસ દિવસીય મહોત્સવની પુર્ણાહુતી અને મુસ્લિમ બિરાદરો માટે ઇદ એ મિલાદનો તહેવાર
  • કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઇ ફૂટ માર્ચ યોજાઈ
  • મેઘરજ પીએઆઈ સહિત અન્ય પોલીસ જવાનોએ રેલી સ્વરૂપે મેઘરજ નગરમાં ભ્રમણ કર્યું

કોઈપણ ધાર્મિક તહેવાર હોય એમાં કોમી ઉશ્કેરણીના ફેલાય અને કાયદો વ્યવસ્થાનું ચૂસ્ત પાલન થાય તે માટે પોલીસે સતર્ક રહેવું પડતું હોય છે ત્યારે મેઘરજ નગરમાં પોલીસની ફૂટ માર્ચ યોજાઈ.આગામી બે દિવસમાં હિદુ સમાજ માટે ભગવાન ગણેશજીનો દસ દિવસીય મહોત્સવની પુર્ણાહુતી અને મુસ્લિમ બિરાદરો માટે ઇદ એ મિલાદનો તહેવાર બંને સાથે જ આવે છે.

 

ત્યારે નગરમાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાય તેમજ એવા કોઈ બનાવો ના બને તે માટે પોલીસ દ્વારા મેઘરજ નગરમાં પોલીસની ફૂટ માર્ચ યોજાઈ હતી.જેમાં મેઘરજ પીઆઈ સહિત અન્ય પોલીસ જવાનોએ રેલી સ્વરૂપે મેઘરજ નગરમાં ભ્રમણ કર્યું હતું અને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતર્કતાનો સંદેશ આપ્યો હતો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com