ધનસુરાના અંબાસર નજીક ડમ્પર બન્યું ત્રણ જવાનજોધ યુવકોના મોતનો કોળિયો :બેફામ ડમ્પર ચાલકો સામે લોકોમાં રોષ

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

  • બાઇક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત 
  • અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત 
  • દીપક સોલંકી, અજય પરમાર, સિદ્ધરાજસિંહ સોલંકીનું મોત

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં અંબાસર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંબાસર ગામના જ ત્રણ યુવાનોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. એક જ ગામના ત્રણ જવાનજોધ દીકરાઓના મોતના કારણે ગામના લોકોમાં બેફામ ડમ્પરચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે.

ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો 
નોંધનીય છે કે ત્રણેય યુવાનો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જે બાદ ડ્રાઈવર ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયો ગંભીર ઈજાઓના કારણે  દિપક સોલંકી, અજય પરમાર અને સિધ્ધરાજ સોલંકીએ પોતાનો જીવ ગુમાવ્યો. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી તથા તપાસ શરૂ કરી દીધી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com