મેઘરજના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં કારમાં લાગી આગ,કાર બળીને રાખ થઈ

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

  • મેઘરજ ના બસ સ્ટેન્ડ પાછળ ના વિસ્તાર માં કારમાં લાગી આગ
  • રાત્રી દરમિયાન ઉભેલી કારમાં આગ લાગી
  • આગ લાગતા કાર બળીને રાખ થઈ
  • મોડાસા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

કોઈપણ વાહન હોય તેની જાળવણી ના થાય તો કોઈ ને કોઈ આકસ્મિક ઘટના બનતી હોય છે. ત્યારે મેઘરજ નગરમાં ઉભી રહેલી કારમાં એકાએક આગની ઘટના સામે આવી.મેઘરજ નગરમાં જુના બસ સ્ટેશન પાસે એક કાર ઉભી હતી. તેમાં રાત્રિ દરમિયાન એકાએક ધુમાડા નીકળવા લાગ્યા જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં કાર સંપૂર્ણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. કારમાં આગની ઘટનાને લઈ મોડાસા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જો કે આગ કયા કારણોસર લાગીએ હકીકત જાણી શકાઈ નથી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com