ભર ઉનાળે હવામાનમાં મોટો પલટો, આગામી 4 દિવસ આ વિસ્તારના લોકો રહે સાવધાન! વરસાદનું 'ઓરેન્જ' એલર્ટ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

ભર ઉનાળે હવામાનમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે. યુપીથી લઈને પશ્ચિમ બંગાળ તથા પૂર્વોત્તર રાજ્યો સુધી વરસાદના એંધાણ છે. હવામાન વિભાગે તો પૂર્વોત્તર ભારતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાના કારણે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વીજળી પડવાની શક્યતા છે. જ્યારે અસમ, મેઘાલય, અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશ, સેન્ટ્રલ મહારાષ્ટ્ર, મરાઠાવાડા, છત્તીસગઢ અને વિદર્ભમાં પણ ગાજવીજ સાથે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગે એમપી, વિદર્ભ, કર્ણાટક અને અલગ અલગ વિસ્તારોમાં 2થી 4 તારીખ સુધી હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. રાયલસીમામાં 4 એપ્રિલ સુધી અને તેલંગણામાં 2 એપ્રિલ સુધી હીટવેવ રહેશે. જાણો ગુજરાતના હવામાનમાં શું રહેશે પરિસ્થિતિ….

 

વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે પૂર્વોત્તરમાં ભારે વરસાદનું અનુમાન કર્યું છે. તથા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે. જેને ધ્યાનમાં લઈને અસમ, મેઘાલય, અને અરુણાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD ના જણાવ્યાં મુજબ પૂર્વોત્તરમાં વીજળી પડવાથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

અસમના અનેક વિસ્તારોમાં પણ તોફાને તબાહી મચાવી છે. મિઝોરમમાં પણ તોફાનની અસર જોવા મળી. અહીં ભારે પવનના કારણે ખુબ નુકસાનની આશંકા છે. પૂર્વ મિઝોરમના ચમ્ફાઈ જિલ્લાના લુંગટન ગામમાં એક ચર્ચમાં ઈમારત ધસી પડી અને આઈઝોલ જિલ્લાના સિયાલસુકમાં એક અન્ય ચર્ચની ઈમારત પણ આંધીના કારણે ક્ષતિગ્રસ્ત થઈ

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com