ઘણા દિવસોના વિરામ બાદ ફરી ચોમાસું જામ્યું:અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજા પધાર્યા, SG હાઈવે, મણિનગર, વેજલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે 22 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વહેલી વસારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં અંધારપટ છવાયું હતું. જે બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે વાહન ચાલકોએ પલળવાથી બચવા ઊભા રહેવું પડ્યું હતું. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેતાં ભારે ઉકળાટ થઈ રહ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી ધોધમાર ભારે ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ ધીમો પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે, તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જોકે, હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ થઈ રહી છે.

અંદારપટ સાથે ધોધમાર વરસાદ.

30 મિનિટથી ધોધમાર વરસાદ
શહેરના ગીતામંદિર, કાંકરિયા મણિનગર, જમાલપુર, એસટી, ખાડીયા, પાલડી, વાસણા, વેજલપુર, એલિસબ્રિજ, લો ગાર્ડન, ખમાસા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સતત 30 મિનિટથી શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ જ છે. વરસાદને પગલે રોડ પર વરસાદી પાણી વહેલાનું શરૂ થયું છે. જો વધુ વરસાદ ખાબકશે તો અનેક ગરનાળા અને અંડરપાસ બંધ થશે.

વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી.

12 વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ
બપોરે 12:00 વાગ્યા સુધીમાં જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, શિવરંજની સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પાલડી, એલિસબ્રિજ, જમાલપુર, વાડજ, નવા વાડજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.

આજે આ જિલ્લાઓમાં યલો એલર્ટ

  • ભરૂચ
  • સુરત
  • નવસારી
  • વલસાડ
  • દમણ
  • દાદરા નગર હવેલી
  • દાહોદ
  • છોટા ઉદેપુર
  • નર્મદા
  • તાપી
  • ડાંગ
વાહનચાલકો હાલાકીમાં મુકાયા.

24-25 ઓગસ્ટે ગાજવીજ સાથે ભારે વરસાદ
હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતા છે, જેને કારણે આ બે દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, જેની સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે.

લોકોને બ્રિજ નીચે આશરો લેવો પડ્યો.
લોકોને બ્રિજ નીચે આશરો લેવો પડ્યો.
Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com