માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
ટીવી એક્ટ્રેસ હિના ખાન બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. તાજેતરમાં તેણે તેના વાળ સંપૂર્ણપણે મુંડાવ્યા હતા. હિનાએ પોતાના આ નવા લૂકનો એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં હિના સફેદ ટી-શર્ટ અને બ્લેક કેપમાં જોવા મળી રહી છે. તેણે માથું કેપથી ઢાંક્યું છે. વીડિયોમાં હિના મેકઅપ વગર છે અને સ્કિનકેર બ્રાન્ડને પ્રમોટ કરી રહી છે.
હિનાના આ બદલાવને જોઈને ચાહકો અને ઈન્ડસ્ટ્રીના લોકો આશ્ચર્યચકિત અને પ્રેરિત છે. ટીવી અભિનેત્રી દૃષ્ટિ ધામીએ વીડિયો પર તાળી પાડતા ઇમોજીસ પોસ્ટ કર્યા છે. અભિનેતા નકુલ મહેતાએ તેમને ‘ચેમ્પિયન’ કહ્યા હતા.
ચાહકોએ પણ હિનાના વખાણ કર્યા અને લખ્યું કે તે વાળ વિના પણ સુંદર લાગે છે. એક ચાહકે તેને ‘સિંહણ’ કહી.
આ પહેલા હિનાએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. આમાં તેણે જણાવ્યું કે તે સતત પીડામાં છે. તેણે લખ્યું કે, ‘ હોઈ શકે લોકો મને હસતી જોતા હોય, પણ હું દર્દથી પીડાઈ રહી છું’
હિના ખાને જૂનમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની બીમારીની જાણકારી આપી હતી. આ મહિનાની શરૂઆતમાં, હિનાએ હોસ્પિટલના બેડ પર પડેલી પોતાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તેણે હોસ્પિટલ સ્ટાફ દ્વારા આપવામાં આવેલી શુભેચ્છા નોટની તસવીર પણ પોસ્ટ કરી હતી. તે તેના સોશિયલ મીડિયા પર સારવાર અને કીમોથેરાપી વિશે અપડેટ્સ આપતી રહે છે.