માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ મહિલાઓની મદદ માટે કાર્યરત અભયમ હેલ્પ લાઈન પર દરરોજ 500થી વધારે મહિલાઓ મદદ કરે છે. છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાંથી 4.03 લાખ કોલ પૈકી 71,593 કોલ અમદાવાદમાંથી મળ્યા હતા.
2022માં 1.85 લાખ કોલની સામે 2023માં 2.18 લાખ કોલ મળતા 17 ટકાનો વધારો થયો છે, જ્યારે આ જ સમયગાળામાં અમદાવાદમાં 2022માં 31,578 ની સામે 2023માં 40,015 એટલે કે 27 ટકા કોલની સંખ્યા વધી છે.
મહિલા હેલ્પ લાઈન પર દરરોજ સૌથી વધારે કોલ ઘરેલું હિંસાની ફરિયાદ મળી રહી છે. છેલ્લા બે વર્ષમાં 1.86 કોલ લેખે દરરોજ 255થી વધુ મહિલાઓ ઘરેલું હિંસાથી પીડિત હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત બે વર્ષ દરમિયાન પ્રેમીથી થતી હેરાનગતિના રાજ્યમાંથી 51,001 કોલ (દિવસના એવરેજ 70 કોલ), તેમજ લગ્નેત્તર સંબંધને લગતા કેસમાં 17 ટકાનો વધારો થયો છે. 2022માં 9382 મહિલાઓ સામે 2023માં 10373 મહિલાઓ લગ્નેત્તર સંબંધ અંગે અભયમની મદદ માગી હતી.
પ્રેમીથી થતી હેરાનગતિના 51 હજારથી વધુ, લગ્નેતર સંબંધના 19 હજાર કોલ
કોલ ગુજરાત અમદાવાદ
ઘરેલુ હિંસા 1.86 લાખ 31986
સામાન્ય માહિતી 54143 10024
પ્રેમીથી થતી હેરાનગતિ 51001 7887
અન્ય 28090 5784
લગ્નેતર સંબંધો 19755 3998
કાયદાકીય સમસ્યા 14320 2854
બાળકની કસ્ટડી માટે 9518 1469
માનસિક બીમારી 6680 960
તરછોડાયેલા 6448 1033
અન્ય સંબંધિત સમસ્યા 5591 1216
ફોન દ્વારા હેરાનગતિ 5390 1337
નાણાકીય-નોકરી પર હેરાનગતિ 4433 1275
છેડતી 4071 745
ઓનલાઈન-ઓફલાઈન બંને રીતે છેડતીની ઘટનામાં વધારો નોંધાયો
રાજ્યમાં 5390 મહિલાઓની ફોન પર જ્યારે 4071 મહિલાઓની જાહેરમાં છેડતીની ફરિયાદ કરી છે. મહિલા હેલ્પલાઈન પર 2022માં 2632 અને 2023માં 2758 જ્યારે અમદાવાદમાં 2022માં 633 અને 2023માં 704 છેડતી સામે મહિલાએ મદદ માગી હતી.
બાળકોની કસ્ટડી માટેના કોલમાં 41 ટકાનો વધારો, દરરોજ 800થી વધુ કોલ
છેલ્લા બે વર્ષમાં 9518 મહિલાએ બાળકોની કસ્ટડી માટે મહિલા હેલ્પલાઈનની મદદ માગી હતી. જેમાં અમદાવાદમાં 2022માં 609ની સામે 2023માં 860 કોલ આવતા 41 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે લગ્નેતર સંબંધોના 2 વર્ષમાં મળેલા 19755 કોલમાંથી 3998 કોલ અમદાવાદના હતા.