માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
દિલ્હીની સરખામણીએ મુંબઇ એરપોર્ટ પર ફલાઇટોની લેન્ડિંગ કેપેસીટી ઓછી હોવાથી ગુરૂવારે રાતે અમદાવાદથી મુંબઇ જતી બે ફલાઇટોને લેન્ડિંગ માટે સ્લોટ ન મળતા અટકાવી દેવામાં આવી હતી, જેના કારણે અમદાવાદથી ઇન્ટરનેશનલના અનેક કનેક્ટીંગ પેસેન્જરો ફલાઇટ ચૂકી જતા ભારે હાલાકીમાં મુકાયા હતા.
ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ગુરૂવારે રાતે 22.35 કલાકે 12.10 વાગે ઇન્ડિગોની મુંબઇ જતી ફલાઇટ તેના નિર્ધારીત સમયે ટેકઓફ થવાની હોવાથી પેસેન્જરો એરપોર્ટ પહોંચી ગયા હતા, લગેજ ચેકઇન સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પેસેન્જરો બોર્ડિગ ચાલુ થાય તેની રાહ જોઇને બેઠા હતા., પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ ફલાઇટ ધીમેધીમે મોડી કરતા રહ્યા ફલાઇટમાં વધુ વિલંબ થતા પેસેન્જરો અકળાયા હતા સ્ટાફને પુચ્છા કરતા તેમને જણાવ્યું કે મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ સ્લોટ મળતો ન હોવાથી ફલાઇટ મોડી રવાના થશે, પરંતુ જેમને મુંબઇથી ત્રણ-ચાર કલાક બાદ ઇન્ટરનેશનલ કનેક્ટીંગ ફલાઇટ હોવાથી તેવા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદથી ઘણા પેસેન્જરો ફલાઇટ ચૂકી જતા એરલાઇને બીજા દિવસની ફલાઇટમાં ટ્રાન્સફર કર્યા હતા. મોડી રાતે પેસેન્જરો ઘરે પરત ફર્યા હતા. ઉપરોક્ત બંને ફલાઇટો બે કલાકના વિલંબ બાદ મુંબઇ માટે રવાના થઇ હતી.
અમદાવાદથી 15 ફ્લાઇટ મોડી પડી, 3 રદ કરાઈ
અમદાવાદથી શુક્રવારે 15 ડોમેસ્ટિક સેક્ટરની ફલાઇટો એક-થી બે્ કલાક મોડી પડી હતી જેમાં ઇન્ડિગોની ચેન્નાઇ, કોલકાતા, વારાણસી, અકાશાની ગોવા, પૂણે વિસ્તારા અને એર ઇન્ડિયાની મુંબઇ સેક્ટરનો સમાવેશ થાય છે. સ્પાઇસજેટની ગોવા, દિલ્હી, અયોધ્યાની ત્રણ ફલાઇટો રદ થઇ હતી.