આ 4 રાશિના લોકોએ ભુલથી પણ કાચબાની વીંટી પહેરવાની ન કરવી ભુલ, નીકળી જશે ધનોતપનોત

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

જ્યોતિષશાસ્ત્રના જે અલગ અલગ અંગ છે તેમાંથી એક રત્ન શાસ્ત્ર પણ છે. રત્ન શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ તેની રાશિને અનુકૂળ રત્ન ધારણ કરે તો તેનું જીવન બદલતા વાર નથી લાગતી. રત્ન શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ કોઈપણ વસ્તુ કે રત્નના ફાયદા સાંભળી તેને ધારણ કરી લેવું નહીં. દરેક વસ્તુ અને રત્નનો પ્રભાવ હોય છે. ઘણી વખત આ પ્રભાવ વ્યક્તિ માટે પ્રતિકૂળ પણ સાબિત થઈ શકે છે. આ ભુલ મોટાભાગના લોકો કાચબાની વીંટી સાથે કરે છે. જે તેમને ભારે પડે છે.

રત્ન ન હોવા છતાં પણ કાચબાની વીટી ધારણ કરવી બધા માટે શુભ નથી. લોકો એવું માને છે કે કાચબાની વીંટી કોઈપણ ધારણ કરી શકે તેનાથી લાભ જ થાય. પરંતુ જે લોકો શોખથી આ વીંટી પહેરતા હોય તો તેણે પહેલા જાણી લેવું જોઈએ કે તેમના માટે આ વીંટી અશુભ તો નથી ને ?

રત્ન શાસ્ત્ર અનુસાર કાચબાની વીંટી દરેક વ્યક્તિ માટે શુભ ફળ આપનાર સાબિત થતી નથી. કાચબાની વીંટી પણ નિષ્ણાંતની સલાહ લીધા પછી જ ધારણ કરવી જોઈએ. જો તમે આ વીંટી પહેરવામાં ભૂલ કરો છો તો તમે રાજામાંથી રંક પણ બની શકો છો. એટલે કે ધનલાભને બદલે ધનહાની થવાની શરૂઆત થઈ શકે છે. રત્નશાસ્ત્રમાં જણાવાયું છે કે એવી કેટલીક રાશિઓ છે જેમણે કાચબાની વીંટી ધારણ કરવી નહીં. કાચબાની વીંટી આ રાશિના લોકો માટે અનુકૂળ નથી.

આ 4 રાશિના લોકોએ ન પહેરવી કાચબાની વીંટી

મેષ રાશિ 

મેષ રાશિના લોકોએ કાચબાની વીંટી પહેરવી નહીં તેનાથી તેમના બનતા કામ પણ બગડી શકે છે. નિષ્ણાંતની સલાહ લીધા વિના આ વીંટી પહેરવામાં આવે તો આર્થિક સમસ્યા વધી શકે છે.

કન્યા રાશિ 

કન્યા રાશિના લોકોએ પણ સમજ્યા વિના આ વીંટી પહેરવી નુકસાનકારક છે. આ રાશિના લોકો કાચબાની વીંટી પહેરે તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિ માટે પણ કાચબાની વીંટી અશુભ પરિણામ આપનાર સાબિત થાય છે. આ વીટીં નિષ્ણાંતની સલાહ વિના ક્યારે પહેરવી નહીં.

મીન રાશિ 

મીન રાશિના લોકો માટે પણ કાચબાની વીંટી નકારાત્મક પરિણામ લાવનાર સાબિત થાય છે. તેનાથી આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

શા માટે શુભ ગણાય છે કાચબાની વીંટી ? 

કાચબો પાણીમાં રહેતો એવો જીવ છે. તે શાંતિ અને સ્થિરતા આપે છે. કાચબાને શુભ ગણવામાં આવે છે. તેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે અને તેના પર માતા લક્ષ્મીની કૃપા પણ રહે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લોકો કાચબાની વીંટી ધારણ કરતા હોય છે. મોટાભાગે જે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય અથવા તો સ્વભાવ ઉગ્ર હોય તેમને આ વીંટી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com