ડિલિવરી કરવા જાય એ પહેલા દબોચી લીધો:ગુજરાત ATSએ દિલ્હીથી અફઘાનીને હેરોઇન સાથે ઝડપ્યો, નાઇઝિરીયન પાસેથી 4 કિલો હેરોઇન ખરીદી છૂટક વેચતો હતો

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ગુજરાત ATSએ દિલ્હીથી અફઘાની નાગરિકની હેરોઇન સાથે ધરપકડ કરી છે. મોહમ્મદ યાસીન નામના આરોપી પાસેથી 460 ગ્રામ હેરોઇન મળી આવ્યું છે. આરોપી છેલ્લા બે વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં પણ સંડોવાયેલો હતો. અગાઉ ઓમાનના દરિયાથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે ડ્રગ્સ લાવી દિલ્હીમાં ડિલિવરી કરવાના ગુનામાં પણ આરોપીની સંડોવણી હતી.

ગુજરાત એટીએસએ 5 માર્ચે એનડીપીએસનો એક ગુનો નોંધ્યો હતો. જેમાં ઈશા હુસેન રાવ તથા પાકિસ્તાની મૂર્ટુજા, ઈશા રાવની પત્ની તાહીરા, દીકરા અરબાઝ, દીકરી માસુમા અને મંગેતર રિઝવાન નોડેએ સપ્ટેમ્બર 2023માં હેરોઇનનો જથ્થો ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે લાવી આ હેરોઈનના જથ્થાની દિલ્હીના તિલકનગર વિસ્તારમાં નાઈઝીરીયન નાગરિકને ડિલિવરી કરી હતી. જે આધારે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ATSએ ગુનો નોંધ્યો હતો. આ ગુનાના આરોપીઓ ફરાર હતા. જેની એટીએસ શોધખોળ કરી રહી હતી.

એટીએસએ દિલ્હીમાં યાસીનના ઘરે રેડ કરી હતી
આ ગુનાની તપાસ દરમિયાન એટીએસને જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં નાઈઝીરીયન તથા અફઘાની નાગરિકો પણ સામેલ છે. આ ગુનામાં અફઘાની નાગરિક મોહમ્મદ યાસીન જે હાલ ગ્રેટર નોઈડામાં રહે છે. તેની પણ સંડોવણી છે. મોહમ્મદ યાસીને પોતાની પાસે હિરોઈનનો જથ્થો પણ છૂપાવીને રાખ્યો છે. જેના આધારે એટીએસની ટીમે દિલ્હી ખાતે યાસીનના ઘરે રેડ કરી હતી. આ રેડ દરમિયાન યાસીનની ધરપકડ કરી છે અને તેના કબજામાં રહેલો 460 ગ્રામનો હેરોઇનનો જથ્થો પણ રિકવર કરવામાં આવ્યો છે.

2017માં મેડિકલ વિઝાના આધારે ભારતમાં આવ્યો હતો
યાસીનની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે અફઘાનિસ્તાનના કાબૂલનો રહેવાસી છે. વર્ષ 2017માં મેડિકલ વિઝાના આધારે ભારતમાં આવ્યો હતો અને દિલ્હીમાં તે મેડિકલ વિઝા ઉપર આવેલા અફઘાની નાગરિકો માટે ટ્રાન્સલેટરનું કામ કરી રહ્યો હતો. બે વર્ષ અગાઉ તેના વિઝા એક્સપાયર થયા હતા અને તેણે રેફ્યુઝી કાર્ડ માટે એપ્લાય કર્યું હતું. તેણે આઠ મહિના અગાઉના એ નાઇઝિરીયન નાગરિક પાસેથી ચાર કિલો હેરોઇન ખરીદ્યું હતું. જેમાંથી થોડું થોડું છૂટકમાં વેચી દીધું હતું ત્યારે બાકીનું 460 ગ્રામ તેની પાસે હતું. આ હેરોઇનની પણ તે કોઈને ડિલિવરી કરવા જવાનો હતો તે પહેલા જ તેને ઝડપી પાડ્યો છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com