મોડાસા નગરપાલિકાનો અનોખો અભિગમ:વન મહોત્સવ અંતર્ગત નગરવાસીઓને લાભ મળે એ માટે ક્યુઆર કોડ બહાર પાડીને એ સરનામાં પર પાલિકાની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાશે

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

હાલ ગ્લોબલ વોર્મિંગની અસર ખૂબ વાર્તાઈ રહી છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે એનું એક માત્ર કારણ વૃક્ષોનું નિકંદન, વૃક્ષોનું જતન થતું નથી. જેથી વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી થાય એ માટે મોડાસા પાલિકા દ્વારા ક્યુઆર કોડ બહાર પાડી વૃક્ષારોપણનો અનોખો અભિગમ અપનાવ્યો છે.

મોડાસા નગરમાં વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે વનવિભાગ સહિત અનેક સંસ્થાઓ વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહી છે. સાથોસાથ શહેરીજનો પણ પોતાના શહેરને વધુ લીલુંછમ બનાવવા માટે વૃક્ષારોપણ કરે તે માટે મોડાસા નગરપાલિકા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા અને શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે હેતુસર વન મહોત્સવ અંતર્ગત મોડાસા નગર પાલિકા દ્વારા ઘર આગળ, કોમન પ્લોટમાં અને દુકાન આગળ વૃક્ષારોપણ કરવા અનોખી પહેલ કરી છે.

જેમાં મોડાસા શહેર વિસ્તાર માટે શહેરીજનોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા નગરપાલિકા દ્વારા એક સ્કેનર કોડ જાહેર કરવામાં આવ્યો છે. મોડાસાના કોઈપણ વ્યક્તિ કોઈપણ સોસાયટી, મહોલ્લામાં કે કોઈપણ સ્થળે વાવેતર કરવા કોડનો સ્કેન કરવો પડશે અને સ્કેન કર્યા બાદ ફોર્મમાં નામ સોસાયટી નામ, વૃક્ષોની વાવેતરની સંખ્યા ફોર્મ ભર્યા બાદ ફોર્મ સબમિટના 5 દિવસમાં નગરપાલિકા આપના ઘરે આવીને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું.

જેમ કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય તેમ રોપે રોપે હરિયાળી થાય તે માટે સામાજિક વનીકરણ દ્રારા વૃક્ષારોપણના વિષયને ખૂબ જાગૃતિ અને માવજતથી આગળ ધપાવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને સાથે મળી હરાવીએ સરકારના વન મહોત્સવ અને નગર પાલિકાના વૃક્ષારોપણના વિકાસ કામોમાં સહયોગી બનીએ. તેવા પર્યાવરણ જાગૃતિ અભિયાન મોડાસા નગરપાલિકા ચલાવી રહ્યું છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com