માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ 6.85 ટકા છે. જૂનના અંત સુધીમાં સરેરાશ વરસાદ કરતાં 39 ટકા વરસાદની ઘટ છે. માત્ર બે જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા અને કચ્છને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં બીજી વખતનો સૌથી ઓછો વરસાદ છે. 2016માં જૂનમાં સર્રાશ માત્ર 4.61 ટકા વરસાદ જ થયો હતો. સૌથી વધારે 2023માં 23 ટકા પડી ગયો હતો. ગત વર્ષેના આંકડાઓ પ્રમાણે, સરેરાશ વરસાદ કચ્છમાં 76 ટકા વરસાદ થઇ ગયો હતો જેની સામે હવે 13 ટકા જ છે. 10 વર્ષમાંથી 6 વખત જૂનમાં 10 ટકાથી વધારે વરસાદ થયેલો છે. રાજ્યના જળાશયોમાં હાલની સ્થિતિએ 38 ટકા જળસંગ્રહ છે અને સરદાર સરોવરમાં 53 ટકા પાણી છે.
વર્ષ | સરેરાશ |
વરસાદ(%) | |
2015 | 21.6 |
2016 | 4.61 |
2017 | 15.43 |
2018 | 8.14 |
2019 | 13.07 |
2020 | 14.71 |
2021 | 14.33 |
2022 | 7.55 |
2023 | 22.9 |
2024 | 6.85 |
દર વર્ષે 30 જૂન સુધીનો વરસાદ. 2024માં 28 તારીખ સુધીનો વરસાદ |